Subscribe to Zinmag Tribune
Subscribe to Zinmag Tribune
Subscribe to Zinmag Tribune by mail
શ્રી ભાનુ યુથ સર્કલ - મુંબઈ આયોજીત
શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ- મુંબઈ સંચાલિત શ્રી કલ્યાણજી શીવજી ચેરીટેબલ ટ્રસ્ટ (શ્રી રામમંદિર ટ્રસ્ટ) નાગદેવીની પ્રેરણાથી

મુંબઈ, મહારાષ્ટ્ર, ગુજરાત તથા કર્ણાટકનાં ૪૦થી વધુ સ્થળે ઓધવ મહા રક્તદાન અને થેલેસેમિયા પરિક્ષણ શિબિર

શુક્રવાર, તા. ૦૩.૦૪.૨૦૦૯ - રામ નવમી સવારે ૧૦:૦૦ થી સાંજે ૫:૦૦ કલાકે.

શુક્રવાર, તા. ૦૩.૦૪.૨૦૦૯ અને રામનવમીના દિવસે બ્રહ્મલીન સંતશ્રી ઓધવરામજી મહારાજના અનુયાયીઓ, ભક્તો અને સેવકો એમનો ૧૧૯મો જન્મોત્સવ અને રામનવમી ઉજવી રહ્યા છે. પ.પૂ. સંતશ્રી ઓધવરામજી મહારાજ ક્રાંતિકારી, દૂરદર્શી અને પ્રગતિશીલ વિચારસરણી ધરાવતા સંત હતા. "માનવસેવા એજ માધવસેવા" એવો જીવનમંત્ર લઈને, આત્મકલ્યાણ કરતાયં, માનવકલ્યાણને વિશેષ ગણનારા સંતશ્રી કહેતા કે "ભૂખ્યા અને દુ:ખિયાના કામ કરો".


સાચા સદ્દગુરૂનું તર્પણ એમણે ચીંધેલા માર્ગે ચાલીને જ કરી શકાય એ વિચાર બીજ લઈને શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ- મુંબઈ સંચાલિત શ્રી કલ્યાણજી શીવજી ચેરીટેબલ ટ્રસ્ટ (શ્રી રામમંદિર ટ્રસ્ટ) નાગદેવીની પ્રેરણાથી સમાજની યુવા પાંખ શ્રી ભાનુ યુથસર્કલ - મુંબઈએ સંતશ્રીના અનુયાયીઓનાં સહકારથી આ વર્ષે ભારતભરમાં વિવિધ જ્ગ્યાએ રક્તદાન શિબિર, થેલેસેમિયા પરિક્ષણ શિબિર, ઉચ્ચ શિક્ષણ માટે લોન અંગે માર્ગદર્શન, અવયવ દાન જેવા સમાજ ઉપયોગી કાર્યક્રમોનું આયોજન કરી એમનો જન્મદિવસ ઓધવ મહા રક્તદાન અને થેલેસેમિયા પરિક્ષણ શિબિર તરીકે ઉજવવાનો સંકલ્ય કર્યો છે.
જેમાં આપ સૌના સાથ સહકારની અપેક્ષાએ ૫૦૦૦ યુનીટ લોહી અને ૭૫૦૦ થેલેસેમિયા પરિક્ષણનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે.

રક્તદાન એ મહાદાન છે. જીવનદાન છે. કોઇકના લાડકવાયાનું જીવન બચાવવાનું ભગવદીય કાર્ય રક્તદાન દ્વારા કરી આપ ગુરૂદક્ષિણા આપી શકો છો. ૧૮ થી ૫૫ વર્ષની કોઈ પણ સ્વસ્થ વ્યકિત દર ત્રણ મહિને રક્તદાન કરી શકે છે. થેલેસેમિયા પરિક્ષણ દ્વારા ભવિષ્યના થેલેસેમિયા મેજર જેવી યાતનાભરી લોહીની ખામીથી બચી શકાય છે.


મહર્ષિ દધીચીએ દેવોના વિજય માટે જીવતા દેહદાન આપ્યું, તો શું આપણે મૃત્યુ પછી ચક્ષુદાન - દેહદાન કરી જીવન ફેરો સફળ ન કરી શકીએ ?

પૂ. સંતશ્રી પ્રત્યેની આપની ભક્તિ અને શ્રદ્વાને લક્ષમાં લઈ આપના સહકારની અપેક્ષા સાથે પૂ. સંતશ્રીને શ્રદ્દાંજલી આપવાનો આ સંકલ્પ છે. આપના નજીકનાં વિસ્તારમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આપના નજીકનાં સ્થળે જઈ સહભાગી થવા નમ્ર વિનંતી.
You can leave a response, or trackback from your own site.

0 Response to "મુંબઈ, મહારાષ્ટ્ર, ગુજરાત તથા કર્ણાટકનાં ૪૦થી વધુ સ્થળે ઓધવ મહા રક્તદાન અને થેલેસેમિયા પરિક્ષણ શિબિર"

Post a Comment

featured-video