Subscribe to Zinmag Tribune
Subscribe to Zinmag Tribune
Subscribe to Zinmag Tribune by mail
કંપની સેક્રેટરી તરીકેની કારકિર્દી પ્રતિષ્ઠા અને સેલેરી સેટિસ્ફેકશન આપે છે. આ સાથે ઉરચ સ્તરે કાર્ય કર્યાનો સંતોષ પણ મળે છે. કંપની સેક્રેટરીની કરિયર બનાવવાના બે રસ્તા કયા છે તે વિશે વિગતવાર જાણીએ....

ન્સ્ટિટયૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા (આઇસીએસઆઇ) સંસદીય ધારા હેઠળ સ્થપાયેલી વ્યાવસાયિક રાષ્ટ્રીય સંસ્થા છે. આ સંસ્થા કંપની સેક્રેટરીના વ્યવસાયનું સંચાલન કરે છે. કંપની સેક્રેટરી તરીકેની યોગ્યતા પ્રાપ્ત કરવા માટે આઇસીએસઆઇ ડિસ્ટન્સ લિર્નંગના માઘ્યમથી વિધાર્થીઓને તાલીમ આપે છે. કંપની સેક્રેટરીના કોર્સનું રજિસ્ટ્રેશન કરાવતી વખતે બધા વિષયોની અભ્યાસ સામગ્રી પૂરી પાડે છે.

કંપની સેક્રેટરી બનવા માટેના બે રસ્તા છે. એક બારમા ધોરણ પછી અને બીજો સ્નાતક (ગ્રેજયુએશન) પછી. બારમું ધોરણ પાસ કરેલા ઉમેદવારો ત્રિસ્તરીય કોર્સ કરી શકે છે. જયારે સ્નાતકની પદવી મેળવેલા વિધાર્થીઓ દ્વિસ્તરીય કોર્સ પસંદ કરી શકે છે. કંપની સેક્રેટરી (સીએસ)ના કોર્સમાં આખા વર્ષ દરમિયાન પ્રવેશ મેળવી શકાય છે. વર્ષમાં બે વાર જૂન અને ડિસેમ્બર મહિનામાં પરીક્ષા લેવાય છે.

ફાઉન્ડેશન કોર્સ :
ફાઉન્ડેશન કોર્સનો સમયગાળો આઠ મહિનાનો હોય છે. તેમાં પ્રવેશ મેળવવા માટે વિજ્ઞાન, વાણિજય (કોમર્સ) કે વિનયન (આટ્ર્સ) વિધાશાખામાં બારમું ધોરણ પાસ કરેલું હોવું જરૂરી છે. આ અભ્યાસક્રમની ડિસેમ્બર મહિનામાં લેવાતી પરીક્ષા માટે ૩૧ માર્ચ સુધી અને આગામી જૂન મહિનામાં લેવાનારી પરીક્ષા માટે ૩૦ સપ્ટેમ્બર સુધીમાં પ્રવેશ મેળવી શકાય છે. સીએસના ફાઉન્ડેશન કોર્સમાં કુલ ચાર વિષયોનો અભ્યાસ કરવાનો હોય છે.

૧. અંગ્રેજી અને બિઝનેસ કમ્યુનિકેશન,
૨. અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર,
૩. ફાઇનાન્સિયલ એકાઉન્ટિંગ અને
૪. બિઝનેસ લો અને મેનેજમેન્ટ એલિમેન્ટ.
એકિઝકયુટિવ કોર્સ :
ફાઉન્ડેશન પાસ અથવા તો ફાઇન આટ્ર્સ સિવાય કોઇ પણ વિષયમાં સ્નાતક પાસ ઉમેદવાર એકિઝકયુટિવ કોર્સમાં પ્રવેશ મેળવી શકે છે. આના માટે ડિસેમ્બરમાં યોજાતી પરીક્ષા માટે ૨૮ ફેબ્રુઆરી સુધી અને આગામી જૂન મહિનામાં યોજાનારી પરીક્ષા માટે ૩૧ ઓગસ્ટ સુધીમાં પ્રવેશ મેળવી લેવો જરૂરી છે. આ અભ્યાસક્રમમાં કુલ છ વિષયોનો અભ્યાસ કરવાનો હોય છે. આ છ વિષયો ત્રણ-ત્રણ પેપર્સના બે મોડયૂલ્સમાં વહેંચાયેલા છે.

પહેલા મોડયૂલમાં જનરલ અને કોમર્શિયલ લો, કંપની એકાઉન્ટ્સ, કાસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટિંગ અને ટેકસ લો વિષયોનો સમાવેશ થાય છે. જયારે બીજા મોડયૂલમાં કંપની લો, ઇકોનોમિક એન્ડ લેબર લો અને સિકયુરિટિઝ લો એન્ડ કમ્પ્લાઇન્સિસ વિષયોનો સમાવેશ થાય છે.

પ્રોફેશનલ પ્રોગ્રામ :
પ્રોફેશનલ પ્રોગ્રામ માટે એકિઝકયુટિવ કોર્સ પાસ કરવો જરૂરી છે. આ કોર્સમાં કુલ આઠ વિષયો ભણવાના હોય છે જે બે-બે પેપરના ચાર મોડયૂલ્સમાં વહેંચાયેલા છે.

મોડયૂલ-૧માં કંપની સેક્રેટરિયલ પ્રેકિટસ અને ડ્રાફટિંગ, એપિયરન્સ એન્ડ પ્લેડિંગ્સ, મોડયૂલ-૨માં ફાઇનાન્સિયલ, ટ્રેઝરી એન્ડ ફોરકસ મેનેજમેન્ટ તથા કોર્પોરેટ રીસ્ટ્રકચરિંગ એન્ડ ઇનસોલ્વેન્સીનો સમાવેશ થાય છે જયારે મોડયૂલ-૩માં સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ, એલાઇન્સિસ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડ અને એડવાન્સ ટેકસ લો એન્ડ પ્રેકિટસ, મોડયૂલ ૪માં ડયૂ ડિજિલેન્સ એન્ડ કોર્પોરેટ કપ્લાએન્સિસ મેનેજમેન્ટ તથા ગવર્નેસ, બિઝનેસ એથિકસ એન્ડ સસ્ટેનેબિલિટીનો સમાવેશ થાય છે.

તાલીમ :
સીએસના વિધાર્થીએ એકિઝકયુટિવ કોર્સ અથવા તો પ્રોફેશનલ પ્રોગ્રામ કર્યા પછી આઇસીએસઆઇ દ્વારા સ્પોન્સર્ડ કંપની અથવા કાર્યરત કંપની સેક્રેટરી પાસે ૧૫ મહિનાની તાલીમ લેવાની હોય છે. પ્રોફેશનલ પ્રોગ્રામ પાસ કર્યા પછી અને સફળતાપૂર્વક ટ્રેનિંગ પૂરી કર્યા પછી ઉમેદવારને એસોસિએટ મેમ્બર તરીકે આઇસીએસઆઇમાં પ્રવેશ મળી જાય છે. પછી તે પોતાના નામની સાથે એસીએસ (એસોસિએટ કંપની સેક્રેટરી) લખી શકે છે.
સીએસનું કામ :
કંપની સેક્રેટરી એ કોર્પોરેટમાં થઇ રહેલી પ્રગતિની કરોડરજજુ સમાન ગણાય છે. સીએસ લો, મેનેજમેન્ટ, ફાઇનાન્સ અને કોર્પોરેટ ગવર્નંસ જેવા અનેક વિષયોનું જ્ઞાન ધરાવે છે. આને લીધે તે કોઇ કંપનીના બોર્ડ ઓફ ગવર્નંસ, શેરધારકો, સરકાર અને અન્ય એજન્સીઓને જોડનારી કડી બને છે. કોર્પોરેટ લો, સિકયુરિટીઝ લો, કેપિટલ માર્કેટ અને કોર્પોરેટ ગવર્નંસના જાણકાર હોવાને લીધે સીએસ કંપનીના આંતરિક કાનૂનવિદ અને કમ્પ્લાએન્સ ઓફિસર હોય છે.

કોર્પોરેટ ગવર્નંસના મામલે તે બોર્ડ ઓફ ડાયરેકટર્સના મુખ્ય સલાહકાર હોય છે. તે કોર્પોરેટ પ્લાનર અને સ્ટ્રેટેજિક (રણનીતિક) મેનેજરનું કાર્ય કરે છે.
શકયતાઓ :
આઇસીએસઆઇ સંસ્થા જોબ શોધતા ઉમેદવારોની સંખ્યાનો સંગ્રહ કરે છે અને તેમને જોબ અપાવવામાં મદદ કરે છે. આ સંસ્થા કેમ્પસ ઇન્ટરવ્યૂ પણ યોજે છે. કંપની સેક્રેટરીને લગતી વેકન્સીને સંસ્થાની વેબસાઇટ પર રજૂ કરે છે. યોગ્ય લાયકાત ધરાવતા સીએસ માટે કારકિર્દીની અપાર શકયતાઓ રહેલી છે.

બે કરોડ કે તેનાથી વધુ રૂપિયાના પેડ-અપ શેર મૂડી ધરાવતી કંપનીઓ માટે એક ફુલ ટાઇમ કંપની સેક્રેટરીની નિમણૂક કરવી જરૂરી છે. તદુપરાંત સ્ટોક એકસચેન્જમાં સૂચિબદ્ધ (રજિસ્ર્ટડ) થવાની કોશિશ કરતી કંપનીઓ માટે પણ કંપની સેક્રેટરીની નિમણૂક જરૂરી છે. તેથી નોકરીની પુષ્કળ તક રહેલી છે.

આઇસીએસઆઇની મેમ્બરશિપ (સભ્યપદ) કેન્દ્ર સરકાર દ્વારા ઉચ્ચ હોદ્દા અથવા અન્ય સરકારી સેવા માટે માન્ય છે. ઇન્સ્ટિટયૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા પાસેથી પ્રેકિટસનું પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યા પછી કંપની સેક્રેટરી સ્વતંત્ર રીતે પ્રેકિટસ કરી શકે છે.
આના માટે ભરપૂર શકયતાઓ છે. કેમ કે દસ લાખ કરતાં વધુ અને બે કરોડ કરતાં ઓછા પેડ-અપ શેર મૂડીવાળી કંપનીઓ કમ્પ્લાએન્સ સર્ટિફિકેટના મામલે કંપની સેક્રેટરીની સેવાઓ લે છે. લિસ્ટિંગ એગ્રિમેન્ટની કલમ ૪૯ અનુસાર કંપની સેક્રેટરી કોર્પોરેટ ગવર્નંસની શરતો પૂરી કરવા માટેનું પ્રમાણપત્ર ઇસ્યુ કરવા માટે અધિકત ગણાય છે. સીએસનો કોર્સ વિવિધ યુનિવર્સિટીના પીએચ.ડી. અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે અને કોમર્સ અને મેનેજમેન્ટમાં લેકચરર બનવા માટે માન્ય ગણાય છે.
You can leave a response, or trackback from your own site.

0 Response to "કલદાર કારકિર્દી કંપની સેક્રેટરી"

Post a Comment

featured-video