Subscribe to Zinmag Tribune
Subscribe to Zinmag Tribune
Subscribe to Zinmag Tribune by mail
૨૦૦૯માં ૨૫,૦૦૦ ઉપકરણ વેચવાનો કંપનીનો લક્ષ્યાંક

સમગ્ર વિશ્વમાં પીવાના પાણીની સમસ્યા સર્જાવાની વિજ્ઞાનીઓ દ્વારા આગાહી કરવામાં આવી છે। જળ સમસ્યા ઉકેલવા માટે કેનેડાની એક કંપનીએ એક આધુનિક ઉપકરણ બનાવ્યું છે. આ ઉપકરણ વડે પાતળી હવામાંથી પાણી બનાવવામાં આવશે અને વિશ્વની તરસ દૂર કરાશે. ૨૦૦૯માં આશરે ૨૫,૦૦૦ ઉપકરણો વેચવાનો કંપનીએ લ-યાંક નક્કી કર્યોછે.

આધુનિક ઉપકરણથી કરોડો રૂપિયાની કમાણી જ થશે નહીં પરંતુ કમાણીની સાથે સાથે વૈશ્વિક જળ સંકટ પણ દૂર થવાની આશા છે। બ્રિટિશ કોલંબિયા સ્થિત કંપની એલિમેન્ટ ફોરે જણાવ્યું કે, હવામાંથી પાણી કાઢનાર આ ઉપકરણને ‘વોટર મિલ’ કહેવામાં આવે છે. પીવાનું શુદ્ધ અને તાજા પાણીની વૈશ્વિક સમસ્યા ઉકેલવા માટે આ ઉપકરણ પૂરતું હોવાનો કંપની દ્વારા દાવો કરવામાં આવ્યો છે.

કંપનીના અધિકારીઓએ જણાવ્યું છે કે, વરાળ ઘટ્ટ થવાથી પ્રવાહી બનવાની પ્રક્રિયા કરીને હવામાંથી ઉપકરણ દ્વારા પાણી કાઢવામાં આવે છે। દરેક ઉપકરણ દ્વારા વાતાવરણમાં રહેલા ભેજમાંથી ૧૩ લિટર પાણી કાઢી શકાય છે.

અધિકારીઓએ જણાવ્યું કે, હવામાંના કુદરતી ભેજમાંથી પાણી કાઢવા માટે કોઇલનો ઉપયોગ કરવામાં આવે છે। કંપનીના પ્રમુખ જોનાથને જણાવ્યું કે, તાજેતરમાં જ સંયુકત રાષ્ટ્ર ખાતે કંપનીનું આ સંશોધન રજૂ કરવામાં આવ્યું હતું.
POWERED BY : DIVYABHASKAR.CO.IN
You can leave a response, or trackback from your own site.

0 Response to "હવામાંથી પાણી બનાવતાં મશીનની શોધ"

Post a Comment

featured-video