સામાન્ય રીતે આપણે એમ કહીએ છીએ કે વગર કામે કાર ચલાવવી એ ઇંધણનો ધુમાડો કરવા સમાન છે. પણ હવે વૈજ્ઞાનિકો દાવો કરે છે કે રસ્તા પરની કારની હલનચલનનો ઉપયોગ કરીને વીજળી પેદા કરવાનો માર્ગ તેમણે શોધી કાઢયો છે. આ માત્ર દાવો નથી, પણ તેને વૈજ્ઞાનિકો પુરવાર પણ કરી બતાવશે. કેમ કે, આગામી મહિના આ પ્રકારનો(વીજળી પેદા કરતો) વિશ્વનો પ્રથમ રસ્તો શરૂ થઇ રહ્યો છે.
ઇઝરાયેલમાં વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે ડામર પર એક માઇલ સુધી કાર ચલાવવાથી ૬૪૦ કિલોવોલ્ટથી પણ વધુ વીજળી પેદા થઇ શકે છે. આ વીજળી ૧૨ નાની કારને દોડાવવા માટે પૂરતી થઇ શકે છે. આવી જ પદ્ધતિનો ઉપયોગ ડાન્સ ફલોર પર પણ કરાશે. જોકે, લંડનની નાઇટકલબોમાં આ પદ્ધતિનો ઉપયોગ થઇ રહ્યો છે. રસ્તા પરથી કાર પસાર થાય છે, ત્યારે તે નાના વીજ ધ્રુવીકરણ ક્રિસ્ટલ(બિલોરી કે સ્ફટિક)ને દબાણમાં લે છે.
જેમાંથી ઊર્જાનું સર્જન થાય છે. રસ્તા પર હજારો ક્રિસ્ટલ બેસાડવામાં આવે તો મોટી માત્રામાં વીજળી ઉત્પન્ન થઇ શકે છે. આ સંશોધન કરનારી ઇઝરાયેલી કંપની ઇન્નોવેટ્ટચ આગામી થોડાક સપ્તાહમાં વિશ્વનો પ્રથમ પાવર ક્રિએટિંગ રોડનું ઉદ્દઘાટન કરશે. કંપની આવી જ પદ્ધતિ રેલવે અને ફૂટપાથ પર પણ વિકસાવશે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા એક દાયકાથી આવી યોજનાઓ પર વિશ્વભરના વૈજ્ઞાનિકો કાર્યરત છે. ફલોર પર બેસાડેલા બ્લોક પર લોકોને સુવડાવી પ્રોટોટાઇપ જનરટેરનું સર્જન કર્યું હતું.
0 Response to "કાર ચલાવવાથી વીજળી પેદા થઈ શકે તેવા રોડ બનાવાશે"