ભારતમાં ગેમ ડેવલપમેન્ટ ઈન્ડસ્ટ્રી ચુનંદા ઉધોગમાંનો એક છે. તેમાં ગેમ ડેવલપર તરીકે રૂપિયા રળી શકાય છે. આ માટે શું કરવું પડે તેના વિશે જાણીએ...
મોબાઈલ ગેમ: મોબાઈલ ફોન, પીડીએ, હેન્ડહેલ્ડ કોમ્પ્યુટર પર રમી શકાય છે. નેટવર્ક ગેમ માટે અનેક ટેકિનકનો ઉપયોગ થાય છે. કેટલાક નૉન નેટવર્ક એપ્લિકેશન પણ છે. તેનો ઉપયોગ ડિવાઈસ પ્લેટફૉર્મનું ગેમ સોફટવેર ચલાવવામાં થાય છે.
સામાન્ય રીતે મોબાઈલ ઓપરેટર કે રેડિયો નેટવર્કના માઘ્યમથી ડાઉનલોડ કરાય છે. તો ઘણાં કિસ્સામાં આ મોબાઈલ હેન્ડસેટ ખરીદતી વખતે, બ્લૂ ટૂથ કે પછી મેમરી કાર્ડ દ્વારા ડાઉનલોડ કરાય છે. અમુક પ્લેટફૉર્મ અને ટેકિનકનો ઉપયોગ કરીને મોબાઈલ ગેમ વિકસાવાય છે. જેમ કે વિન્ડોઝ મોબાઈલ, પાલ્મ ઓએસ, સિમ્બિયાન ઓએસ, એડોબ ફલેશ લાઈટ, ડોકોમો ડોઝા, સન્સ જેટુએમઈ (જાવા ટુ માઈક્રો એડિશન). કવૉલકૉમ્સ બીઆરઓડબ્લ્યૂ (બાઈનરી રનટાઈમ એન્વાયન્ર્મેન્ટ ફૉર વાયરલેસ-બ્રૂ), ડબ્લ્યૂઆઈપીઆઈ કે ઈનફયૂસિયો એકસએન.
આ સિવાય પણ અન્ય પ્લેટફૉર્મ ઉપલબ્ધ છે પણ તે એટલા જાણીતા નથી. વીડિયો ગેમ વિકસાવવાનું કામ મુખ્યત્વે પ્રોગ્રામર અને ગ્રાફિક ડિઝાઈનરનું હોય છે. મિલ્ટમીડિયા મનોરંજનના રૂપમાં આધુનિક વીડિયો ગેમમાં ૩-ડી આર્ટ, સીજી ઈફેકટ, સાઉન્ડ ઈફેકટ, સંગીત, નાટકીય રજૂઆત અને સૌથી મહત્વની પરસ્પર ક્રિયાઓનો અદ્ભુત તાલમેળ હોય છે.
કોમ્પ્યુટર ગેમ્સ: પર્સનલ કોમ્પ્યુટર પર રમાતી ગેમ્સ મોટા ભાગે એન્ડ-યૂઝર મૉડિફિકેશન્સ સાથે ડિઝાઈન કરાય છે. આઈડી સોફટવેર, વોલ્વ સોફટવેર, ક્રાઈટેક, એપિક ગેમ્સ અને બિલ્જાર્ડ એન્ટરટેનમેન્ટ જેવા ડેવલપર્સનો ઉપયોગ ગેમ બનાવવામાં થાય છે.
શું કરવું પડે?: ગેમ ડેવલપર્સ સામાન્ય રીતે પ્રોગ્રામર, ગેમ ડિઝાઈનર, આર્ટિસ્ટ સાઉન્ડ એન્જિનિયર, પ્રોડયુસર અને ગેમ ટેસ્ટરની નિમણૂક કરે છે. પ્રોગ્રામર નવા સોર્સ કોડ લખે છે. ગેમ આટિર્સ્ટ ગેમ એસેટ જેમ કે સ્પ્રાઈટ્સ કે ૩ ડી મૉડલ વિકસાવે છે. ગેમ ડિઝાઈનર, ગેમની સ્ક્રિપ્ટ લખે છે.
સાઉન્ડ એન્જિનિયર સાઉન્ડ ઈફેકટ વિકસાવે છે. જયારે કમ્પોઝર ગેમ માટે સંગીત પીરસે છે. લેવલ ડિઝાઈનર ગેમના લેવલ બનાવે છે અને રાઈટર કટસીન અને એનપીસી માટે ડાયલોગ લખે છે. ગેમ પ્રોગ્રામર સ્ક્રિનની સામે બેસે છે અને આખી ગેમને શેપ આપે છે. ગેમ ટેસ્ટર કથાનક અને ગેમની ખામીઓ તપાસે છે.
ગેમ ડેવલપર બનવા માટે ડિઝાઈનિંગમાં ડિગ્રી કે ડિપ્લેમાનો અભ્યાસ કરેલો હોવો જોઈએ. ડેવલપિંગમાં સોફટવેર એન્જિનિયરિંગની સાથોસાથ સી પ્લસ પ્લસ, જાવા અને ૩ ડીમાં કુશળતા હોવી જોઈએ.
અભ્યાસ કયાં કરી શકાય?
- નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ ડિઝાઈન, અમદાવાદ
- નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ ડિઝાઈન, અમદાવાદ
- ઈમેજ કોલેજ ઓફ આટ્ર્સ એનિમેશન એન્ડ ટેકનોલોજી, ચેન્નઈ
- સ્કૂલ ઓફ એડવાન્સ ગ્રાફિકસ એન્જિનિયરિંગ, નવી દિલ્હી
- નેશનલ મિલ્ટમીડિયા રિસોર્સ સેન્ટર, પૂણે
- માયા એકેડમી ઓફ એડવાન્સ્ડ સિનેમેટિકસ, મુંબઈ
Powered by : Divyabhaskar.co.in
0 Response to "ગેમ ડિઝાઈનિંગમાં કરિયર"