Subscribe to Zinmag Tribune
Subscribe to Zinmag Tribune
Subscribe to Zinmag Tribune by mail

બ્લોગર સહાય

2:57 AM Posted by Deepak Dama

બ્લોગર સહાય

અમારા વારંવાર પૂછાતા પ્રશ્નોનાં જવાબો નીચે આપેલા છે. તમે વધુ વિસ્તૃત સહાય સામગ્રી નીચેની ભાષાઓમાં મેળવી શકો છો:


વારંવાર પૂછાતાં પ્રશ્નો:

  1. હું એક બ્લોગર એકાઉન્ટ કેવી રીતે બનાવું?
  2. હું એક બ્લોગર બ્લોગ કેવી રીતે બનાવું?
  3. હું મારા બ્લોગ પર કેવી રીતે પોસ્ટ કરું?
  4. હું ચિત્રો કેવી રીતે પોસ્ટ કરું?
  5. મારાથી લૉગ ઇન કરી શકાતું નથી. મારે શું કરવું જોઈએ?
  6. હું એક બ્લોગ કેવી રીતે કાઢું?
  7. હું મારું એકાઉન્ટ કેવી રીતે રદ કરું?
  8. શું મારી પાસે એવો બ્લોગ હોઈ શકે કે જેમાં એકથી વધુ વ્યક્તિ પોસ્ટ કરી શકે?
  9. હું મારી પ્રોફાઇલમાં ફોટો કેવી રીતે ઉમેરું?
  10. હું મારા બાહ્ય વેબ હોસ્ટ પર એક FTP (અથવા sFTP) કનેક્શન કેવી રીતે સેટ કરું?
  11. હું મારા બ્લોગ પર એક કસ્ટમ ડોમેનનો ઉપયોગ કેવી રીતે કરું?
  12. બ્લોગર મોબાઇલ કેવી રીતે કાર્ય કરે છે?
  13. હું મારી પોસ્ટ્સને કેવી રીતે લેબલ કરું?
  14. હું મારા બ્લોગમાં AdSense કેવી રીતે મુકું?
  15. હું મારા બ્લોગ માટે સાઇટ ફીડ કેવી રીતે એનેબલ કરી શકું?
  16. “ફ્લેગ” બટન શું છે?
  17. હું મારા બ્લોગ પર ટિપ્પણીઓની મધ્યસ્થી કેવી રીતે કરું?
  18. હું બ્લોગરની લેઆઉટ સુવિધાનો ઉપયોગ કેવી રીતે કરું?
  19. મારે મારા પોસ્ટિંગ ફોર્મ પર શબ્દ ચકાસણી કેમ કરવી જોઈએ?
  20. મારો બ્લોગ ડિસેબલ કરેલો કેમ છે?
  21. પોસ્ટિંગ કરતી વખતે હું કીબોર્ડ શૉર્ટકટ્સનો ઉપયોગ કરી શકું છું?
  22. હું ભાષાંતર સુવિધાનો ઉપયોગ કેવી રીતે કરું?
  23. હું બ્લોગરના પોસ્ટ એડિટરનો ઉપયોગ કેવી રીતે કરું?
  24. હું મારા બ્લોગ માટે કસ્ટમ ડોમેન નામ ક્યાંથી ખરીદી શકું છું?
  25. હું મારા બ્લોગમાં દેખાતી તારીખોનું ફોર્મેટ કેવી રીતે બદલું?
  26. પોસ્ટ નમૂનો શું છે?
  27. બેકલિંક્સ શું છે અને હું તેનો ઉપયોગ કેવી રીતે કરી શકું?
  28. શબ્દ ચકાસણી વિકલ્પ શું છે?
  29. શું હું મારા બ્લોગના લેઆઉટની HTMLને સંપાદિત કરી શકું છું?
  30. મારા બ્લોગનાં શીર્ષક ક્યાં દેખાય છે?
  31. URL શું છે?
  32. “સૂચિ” સેટિંગ શું કરે છે?
  33. એન્કોડિંગ સેટિંગ શું કરે છે?
  34. FTP સર્વર શું છે?
  35. FTP પાથ શું છે?
  36. અનુક્રમણિકા અને આખા બ્લોગનાં પુનઃપ્રકાશન વચ્ચે શો તફાવત છે?
  37. હું કાનૂની સમસ્યાની જાણ ક્યાં કરી શકું?

1. હું એક બ્લોગર એકાઉન્ટ કેવી રીતે બનાવું?

બ્લોગર હોમપેજ પર, “હમણા તમારો બ્લોગ બનાવો” બટન પર ક્લિક કરો. નીચેના પૃષ્ઠ પર તમને એક Google એકાઉન્ટ બનાવવાનું કહેવામાં આવશે. તમે તમારા Google એકાઉન્ટનો ઉપયોગ અન્ય Google સેવાઓ પર કરી શકો છો. જો તમારી પાસે Gmail, Google જૂથો, અથવા Orkut દ્વારા પહેલેથી જ Google એકાઉન્ટ છે તો, કૃપા કરીને પહેલા સાઇન ઇન કરો. તમે સાઇન ઇન કરી લો તે પછી, તમારે એક પ્રદર્શન નામ દાખલ કરવાની જરૂર પડશે અને બ્લોગરની સેવાની શરતો નો સ્વીકાર કરવો પડશે. એકવાર તમે આ કરી લો તે પછી, તમને બ્લોગ બનાવવાનું અને ચાલુ કરવાનું કહેવામાં આવશે!

2. હું એક બ્લોગર બ્લોગ કેવી રીતે બનાવું?

તમે બ્લોગરની હોસ્ટિંગ સેવા Blog*Spot પર એક મુક્ત બ્લોગ બનાવી શકો તે પહેલા, તમારે blogger.com પર એક એકાઉન્ટ બનાવવું પડશે. એકવાર તમે blogger.com માં લૉગ ઇન થઈ જાઓ તે પછી “એક બ્લોગ બનાવો” લિંકને ક્લિક કરો. પગલા 2 માં, એક શીર્ષક અને સરનામું (URL) દાખલ કરો. તમારે આ પૃષ્ઠ પર બતાવાયેલા ચકાસણી શબ્દમાં લખવાની પણ જરૂર પડશે. તમે આ પૂર્ણ કરી લો ત્યારે, “ચાલુ રાખો” ક્લિક કરો. પગલા 3માં, તમે તમારા બ્લોગ માટે એક નમૂનો પસંદ કરી શકો છો; આ તે છે કે પ્રકાશિત કરવા પર તમારો બ્લોગ કેવો દેખાશે. તે પછી, બ્લોગર તમારો નવો બ્લોગ બનાવશે અને BlogSpot પર તમારી સ્પોટ પ્રાપ્ત કરશે. જેવી જ તમે તમારી પહેલી પોસ્ટ બનાવશો, તમારું પૃષ્ઠ તમે પસંદ કરેલા સરનામાં પર દેખાશે.

3. હું મારા બ્લોગ પર કેવી રીતે પોસ્ટ કરું?

તમારા ડૅશબોર્ડ પર, જેને માટે તમે પોસ્ટ કરવા માંગો છો તે બ્લોગની બાજુમાંની ‘નવી પોસ્ટ’ લિંકને ક્લિક કરો. તે પછી, તમને નવી પોસ્ટ બનાવો પૃષ્ઠ દેખાશે. તમારી પોસ્ટને એક શીર્ષક આપીને (વૈકલ્પિક) પ્રારંભ કરો, અને તે પછી પોસ્ટ દાખલ કરો. તમે પૂર્ણ કરી લો તે પછી, તે જવા માટે તૈયાર છે તેની ખાતરી કરવા “પૂર્વાવલોકન” લિંકને ક્લિક કરો. એકવાર તમે તમારી પોસ્ટથી સંતુષ્ઠ થાવ તે પછી, “પ્રકાશન” બટન પર ક્લિક કરો. આ તમારી નવી પોસ્ટને પ્રકાશિત કરશે.

4. હું ચિત્રો કેવી રીતે પોસ્ટ કરું?

તમે પોસ્ટ એડિટરના, ટૂલબારમાંના છબી આયકનનો ઉપયોગ કરીને ફોટા અપલોડ કરી શકો છો. જ્યારે તમે આ આયકનને ક્લિક કરશો, ત્યારે તમને એક વિંડો મળશે જેમાં તમે તમારા કમ્પ્યુટરથી એક છબી અથવા અનેક છબીઓ પસંદ કરી શકશો. તમને જોઈતી હોય તે શોધવા માટે ફક્ત “બ્રાઉઝ” બટનને ક્લિક કરો. વૈકલ્પિક રૂપે, તમારી પોસ્ટમાં શામેલ કરવા તમે પહેલેથી જ ઑનલાઇન હોય તેવી છબીનો URL પણ દાખલ કરી શકો છો. જો તમે લેઆઉટ પસંદ કરવા માટે લિંકને ક્લિક કરો છો, તો તમે તમારી પોસ્ટમાં છબીઓ કેવી રીતે દેખાશે તેને કસ્ટમાઇઝ કરી શકો છો. ડાબે, મધ્યમાં અને જમણે વિકલ્પો નિર્ધારિત કરશે કે તમારી પોસ્ટના ટેક્સ્ટને ચિત્રોની આસપાસ કેવી રીતે ફ્લો કરવો. કદ વિકલ્પથી તમે આ પોસ્ટિંગ ક્ષેત્રમાં ચિત્રોને વિવિધ કદમાં સ્કેલ કરી શકો છો.

5. મારાથી લૉગ ઇન કરી શકાતું નથી. મારે શું કરવું જોઈએ?

જો તમે તમારી Google એકાઉન્ટ માહિતી ભૂલી ગયા છો, તો બ્લોગર લૉગિન પૃષ્ઠ પર “પાસવર્ડ” ની પાસેના “?” પર ક્લિક કરીને તમારી Google એકાઉન્ટ લૉગિન માહિતી ફરીથી મેળવી શકો છો અથવા તમે Google એકાઉન્ટ્સ પાસવર્ડ સહાયતા પૃષ્ઠનો ઉપયોગ પણ કરી શકો છો.

યાદ રાખો કે તમારું Google એકાઉન્ટનું વપરાશકર્તા નામ એ સંપૂર્ણ ઇમેઇલ સરનામું છે જે તમે તમારું એકાઉન્ટ બનાવવા માટે વાપરો છો (દા.ત. yourname@example.com).

જો તમે તમારા એકાઉન્ટ પર લૉગ ઇન કરી શકો છો પરંતુ યોગ્ય બ્લોગ(બ્લોગ્સ) દેખાતા નથી, તો બની શકે કે તમે કોઈ ખોટા એકાઉન્ટમાં લૉગ ઇન થયા હો. આવા કિસ્સામાં, જો જરૂરી લાગે તો પાસવર્ડ સહાયતા ફોર્મ નો ઉપયોગ કરીને, તમારા બધા ઇમેઇલ સરનામાંઓ સાથે લૉગ ઇન કરવાનો પ્રયાસ કરો. જો તમે વિચારતા હો કે તમારી પાસે એક જ એકાઉન્ટ છે, તો પણ કૃપા કરીને પ્રયાસ કરી જુઓ. અમે ઘણા કિસ્સાઓમાં જોયું છે કે લોકો આકસ્મિક રીતે, કંઈ સમજ્યા વગર, વધારાનું એકાઉન્ટ બનાવી લે છે, તેથી તેને પોતાના સ્તરે તપાસી લેવું એ તમારો બ્લોગ પાછો મેળવવાની સૌથી ઝડપી રીત છે.

6. હું એક બ્લોગ કેવી રીતે કાઢું?

તમારો આખો બ્લોગ કાઢવા માટે, ફક્ત સેટિંગ્સ | પાયાગત ટૅબ પર જાઓ. અહીં, પાકી ખાતરી કરી લો કે તમે તે જ બ્લોગ પર છો અને તેને તમારા એકાઉન્ટમાંથી કાયમી ધોરણે દૂર કરવા માંગો છો. તે પછી “આ બ્લોગ કાઢી નાખો” ક્લિક કરો. જો તમારો બ્લોગ તમારા પોતાના સર્વર પર છે, તો તેની ફાઇલો કાઢવામાં આવશે નહીં. તમે એક FTP ક્લાયંટ દ્વારા તમારા સર્વર પર કનેક્ટ કરીને તેને જાતે જ કાઢી શકો છો.

7. હું મારું એકાઉન્ટ કેવી રીતે રદ કરું?

તમારા Google એકાઉન્ટને તમારા બ્લોગ્સ સહિત કાઢી નાખવા માટે, કૃપા કરીને Google એકાઉન્ટ્સ હોમપેજ પર લૉગ ઇન કરો. એકવાર લૉગ ઇન થયા બાદ, “મારી સેવાઓ” સૂચિની બાજુમાં આપેલી “સંપાદિત કરો” લિંકને ક્લિક કરો, અને તમે તે પૃષ્ઠ પર પહોંચી જશો જ્યાંથી તમારું એકાઉન્ટ કાઢી શકો. કૃપા કરીને નોંધ રાખો કે એકાઉન્ટ કાઢી નાખવાથી તે એકાઉન્ટથી સંબંધિત બધી Google સેવાઓ કાઢી નાખવામાં આવશે, જેમ કે તમારી orkut પ્રોફાઇલ, તમારું iGoogle પૃષ્ઠ, અને તમારા બ્લોગર બ્લોગ્સ.

8. શું મારી પાસે એવો બ્લોગ હોઈ શકે કે જેમાં એકથી વધુ વ્યક્તિ પોસ્ટ કરી શકે?

હા, આને “ટીમ બ્લોગ્સ” કહેવામાં આવે છે. મૂળ રીતે, એક વ્યક્તિ શરૂઆતમાં એક બ્લોગ બનાવે છે, અને તે પછી અન્યને તેમાં જોડાવા માટે આમંત્રિત કરે છે. ટીમનાં સભ્યો વ્યવસ્થાપક તરીકે અથવા નિયમિત પોસ્ટર્સ તરીકે હોઈ શકે છે. વ્યવસ્થાપકો બધી પોસ્ટ્સ સંપાદિત કરી શકે છે (ફક્ત તેમની પોતાની જ નહીં), ટીમના સભ્યોને ઉમેરી કે દૂર કરી શકે છે (અને ઍડમિન ઍક્સેસ આપે છે), તથા બ્લોગ સેટિંગ્સમાં ફેરફાર કરી શકે છે. નૉન-ઍડમિન્સ ફક્ત બ્લોગ પર પોસ્ટ કરી શકે છે.

બ્લોગમાં જોડાવા માટે લોકોને આમંત્રિત કરવા, પહેલા સેટિંગ્સ | પરવાનગીઓ ટૅબ પર જાઓ અને “લેખકો ઉમેરો” ક્લિક કરો. તે પછી, તમે બ્લોગ પર આમંત્રિત કરવા માંગો છો તે લોકોના ઇમેઇલ સરનામાંઓ લખો; તેઓ તરત જ એક આમંત્રણ ઇમેઇલ પ્રાપ્ત કરશે. નોંધ રાખો કે તેમની પાસે Google એકાઉન્ટ્સ હોવા જરૂરી છે, અને જો તેમની પાસે તે નથી, તો તેઓને એક બનાવવા માટે કહેવામાં આવશે. જ્યારે તમે આમંત્રણ મોકલવા માટે તૈયાર હો, “આમંત્રિત કરો” ક્લિક કરો. જ્યારે નવો ટીમ સભ્ય સફળતાપૂર્વ બ્લોગમાં જોડાઈ જશે ત્યારે તમે એક ઇમેઇલ પ્રાપ્ત કરશો.

9. હું મારી પ્રોફાઇલમાં ફોટો કેવી રીતે ઉમેરું?

સૌ પ્રથમ, તમારા ડૅશબોર્ડ પર”પ્રોફાઇલ સંપાદિત કરો” લિંકને ક્લિક કરો. ત્યાંથી, ફોર્મમાં પ્રોફાઇલ છબીનો URL દાખલ કરો, અને પૃષ્ઠમાં નીચે આપેલા “સાચવો” ને ક્લિક કરો. જો તમારી પાસે પહેલેથી કયાંય પણ ફોટો હોસ્ટ કરેલો ન હોય, તો તમે પહેલા એક ફોટો તમારો બ્લોગ પર પોસ્ટ કરી શકો છો. એકવાર તમે તે કરી લો તે પછી, પોસ્ટ એડિટરને સંપાદન HTML મોડમાં સ્વિચ કરો જો તે પહેલેથી તેમ ન હોય. હવે ફોટોના URL ની કૉપિ કરો અને આ URL ને તમારી પ્રોફાઇલનાં "ફોટો URL" ક્ષેત્રમાં પેસ્ટ કરો. તે પછી પૃષ્ઠમાં નીચે આપેલા “સાચવો” ને ક્લિક કરો, અને તમે પૂર્ણ કરી લીધું. કૃપા કરીને નોંધ રાખો કે છબી 50k અથવા તેનાથી નાના કદની હોવી જોઈએ.

10. હું મારા બાહ્ય વેબ હોસ્ટ પર એક FTP (અથવા sFTP) કનેક્શન કેવી રીતે સેટ કરું?

સેટિંગ્સ | પ્રકાશન પર જાઓ અને એક કનેક્શન પદ્ધતિ પસંદ કરો. તે પછી, તમારી સેટિંગ્સ દાખલ કરો. તમે તે પૂર્ણ કરી લો તે પછી, નીચે આપેલા “સેટિંગ્સ સાચવો” બટનથી તમારી સર્વર વિગતોને સાચવો, અને તમારા બ્લોગને ફરીથી પ્રકાશિત કરો. કૃપા કરીને નોંધ રાખો કે ડિફૉલ્ટ પોર્ટ નંબરો ઉપયોગમાં લેવાશે (:21 FTP માટે અને :22 SFTP માટે); કોઈ વૈકલ્પિક નંબરનો ઉલ્લેખ કરવાથી તે કામ કરશે નહીં. ઉપરાંત, સર્વર સરનામામાં અથવા પાઠ સેટિંગમાં http:// અથવા ftp:// શામેલ કરશો નહીં.

11. હું મારા બ્લોગ પર એક કસ્ટમ ડોમેનનો ઉપયોગ કેવી રીતે કરું?

જો તમને તમારા બ્લોગના સરનામામાં blogspot.com ન જોઈતું હોય, તો તમે તમારું પોતાનું ડોમેન મેળવી શકો છો. અમે પહેલાની જેમ જ તમારી સામગ્રીને હોસ્ટ કરવાનું ચાલું રાખીશું, પરંતુ તે તમારા નવા સરનામાં પર દેખાશે. આને સેટ કરવા માટે ત્રણ ઘટકો છે:

તમારું ડોમેન

સૌ પ્રથમ તમારે જે વસ્તુ કરવાની છે તે છે એક ડોમેન નામની પસંદગી, જેમ કે mysite.com અને તેની નોંધણી કરો. અનેક રજીસ્ટ્રારમાંથી કોઈ પણ એક પાસે તમે ડોમેન નામની નોંધણી કરાવી શકો છો.

DNS સેટિંગ્સ

તે પછી, ghs.google.com સાથે તમારા ડોમેનને સંબંધિત કરીને તમારે DNS સાથે તમારા ડોમેન માટે એક CNAME રેકોર્ડ બનાવવો પડશે. આમ કરવાની ચોક્કસ પ્રક્રિયા તમારા ડોમેન રજીસ્ટ્રારના આધારે ભિન્ન-ભિન્ન હોય છે, તેથી કૃપા કરીને સીધા તમારા રજીસ્ટ્રારનો સંપર્ક કરો અને તેઓ તમને સહાય કરી શકશે. કૃપા કરીને ધ્યાનમાં રાખો કે નવો DNS રેકોર્ડ હમણાંથી જ પ્રભાવી થશે નહીં.

બ્લોગર સેટિંગ્સ

અહીં, DNS સર્વર્સ Google પર તમારો બ્લોગ જોવા માંગતા લોકોને સીધા જ જાણે છે, તેથી અમારે ખાતરી કરવી પડે છે કે Google તમારા ડોમેન સાથે તે જ બ્લોગથી સંકળાય છે. બ્લોગરમાં તમારા બ્લોગ માટે તમે સેટિંગ્સ | પ્રકાશન ટૅબ પર આ કરશો. જો તમે Blog*Spot પર પ્રકાશિત કરી રહ્યા છો, તો તમને કસ્ટમ ડોમેન પર સ્વિચ કરવા માટે ઉપર ટૉપ ઑફરિંગ પાસે એક લિંક દેખાશે. આગળ વધો અને તે લિંક ક્લિક કરો. Blog*Spot સરનામાં સેટિંગ હવે તમારા ડોમેન પર બદલાય છે. આ પ્રક્રિયાની શરૂઆતમાં તમે નોંધણી કરેલા ડોમેનમાં ભરો, અને તે પછી તમારી સેટિંગ્સ સાચવો.

નોંધો:

  • જો તમારો નવો ડોમેન તમને તમારા બ્લોગ પર ન લઈ જતો હોય, તો બધા DNS સર્વર્સ અપડેટ થઈ જાય તેની ખાતરી કરવા માટે આગલા એક-બે દિવસ રાહ જુઓ. જો હજી પણ તે કાર્ય ન કરતું હોય તો, તમે DNS સેટિંગ્સ યોગ્ય રીતે દાખલ કરેલી છે તેની ખાતરી કરવા તમારા રજીસ્ટ્રારનો સંપર્ક કરો.
  • તમારું મૂળ Blog*Spot સરનામું આપમેળે તમારા નવા ડોમેન પર ફોર્વર્ડ થઈ જશે. આ રીતે, તમારી સાઇટ પર અસ્તિત્વમાં રહેલી લિંક્સ અથવા બુકમાર્ક્સ કામ કરતા રહેશે.
  • આ સુવિધાનો ઉપયોગ તમે ડોમેન્સ (દા.ત. mysite.com) અથવા સબડોમેન્સ (દા.ત. name.mysite.com) સાથે કરી શકો છો. જો કે, તમે સબડિરેક્ટરીઝ (દા.ત. mysite.com/blog/) અથવા વાઇલ્ડકાર્ડ્સ (દા.ત. *.mysite.com) નો ઉલ્લેખ કરી શકતા નથી.

12. બ્લોગર મોબાઇલ કેવી રીતે કાર્ય કરે છે?

મોબાઇલ બ્લોગ ચાલુ કરવા માટે, ફક્ત એક સંદેશ (જે ફોટો, કોઈ પાઠ, અથવા બંને હોઈ શકે છે) go@blogger.com પર મોકલો અને અમે તમારા માટે એક બ્લોગ શરૂ કરીશુ! સંદેશ મોકલ્યા પછી, તમને તમારા મોબાઇલ બ્લોગના URL થી એક જવાબ પ્રાપ્ત થશે અને એક ટૉકન કે જેના દ્વારા તમે તમારા નવા બ્લોગ માટે દાવો કરી શકો છો. તમારા બ્લોગ માટે દાવો કરવા, ફક્ત ટૉકનનેhttp://go.blogger.com માં દાખલ કરો. તમારા મોબાઇલ બ્લોગનો દાવો કરવાથી તમને Blogger.com સેટિંગ્સ અને સુવિધાઓની સંપૂર્ણ ઍક્સેસ મળશે, જેથી તમે તમારો બ્લોગ, Google એકાઉન્ટ સાથે સાંકળી શકો છો અને તમારા મોબાઇલ બ્લોગને અસ્તિત્વમાં રહેલા બ્લોગ સાથે મર્જ કરી શકો છો.

13. હું મારી પોસ્ટ્સને કેવી રીતે લેબલ કરું?

જ્યારે તમે પોસ્ટ લખો છો,ત્યારે ફોર્મમાં નીચે “આ પોસ્ટ માટેના લેબલ્સ” દ્વારા માર્ક કરેલું સ્થાન હોય છે. તમને ગમતા લેબલ્સ, અલ્પવિરામથી વિભાજિત કરીને દાખલ કરો. તમે પૂર્વમાં વાપરેલા લેબલ્સની સૂચિ પ્રદર્શિત કરવા માટે “બધા બતાવો” લિંકને પણ ક્લિક કરી શકો છો. તે પછી લેબલ્સને ઉમેરવા તેના પર ફક્ત ક્લિક કરો. જ્યારે તમે તમારી પોસ્ટને પ્રકાશિત કરો છો, ત્યારે તેની સાથે લેબલ્સ સૂચિબદ્ધ થશે. લેબલ્સમાંથી કોઈ એક પર ક્લિક કરવાથી તમે તે લેબલ સાથેની પોસ્ટ્સ ધરાવતા પૃષ્ઠ પર પહોંચશો. તમે વર્ણાનુક્રમે અથવા તેના ઉપયોગની આવૃત્તિને આધારે સૉર્ટ કરેલા તમારા બધા લેબલ્સની સૂચિ, તમારા બ્લોગના સાઇડબાર પર ઉમેરી શકો છો.

14. હું મારા બ્લોગમાં AdSense કેવી રીતે મુકું?

તમારા બ્લોગમાં AdSense મૂકવા માટે, તમારા બ્લોગનાં નમૂના અથવા લેઆઉટ્સ ટૅબ પર ક્લિક કરો. લેઆઉટ્સ-એનેબલ્ડ બ્લોગમાં, એક નવું પૃષ્ઠ ઘટક જોડો અને AdSense વિકલ્પ પસંદ કરો. જો તમે કોઈ ઉત્તમ નમૂનાનો ઉપયોગ કરતા હો, તો નમૂના ટૅબ પર ફક્ત "AdSense" લિંક પસંદ કરો. તમે તમારી જાહેરાતો માટેનું કદ પસંદ કરી શકો છો અને તે પછી તે તમારા બ્લોગ પર કેવી રીતે દેખાય તેને કસ્ટમાઇઝ કરી શકો છો.

15. હું મારા બ્લોગ માટે સાઇટ ફીડ કેવી રીતે એનેબલ કરી શકું?

પહેલા, સેટિંગ્સ | સાઇટ ફીડ ટૅબ પર જાઓ. અહીં, તમારી પાસે એક સરળ વિકલ્પ હશે, જ્યાં તમે તમારી સામગ્રીમાંથી કેટલીને પ્રકાશિત કરવા માંગો છો તે પસંદ કરી શકો છો. "પૂર્ણ", દરેક પોસ્ટની આખી સામગ્રી તમારી સાઇટ ફીડમાં મૂકશે, જ્યારે “નાનું” દરેક પોસ્ટમાંથી ફક્ત શરૂઆતના અવતરણોને ટાંકશે. “કંઈ નહીં” વિકલ્પ તમારી સાઇટ ફીડને સંપૂર્ણપણે બંધ કરશે.

16. “ફ્લેગ” બટન શું છે?

આ સુવિધા “વાંધાજનક તરીકે ફ્લેગ કરો” તરીકે ઓળખાય છે અને તે બ્લોગર Navbar થી ઍક્સેસ કરી શકાય છે. "ફ્લેગ?" બટન દ્વારા બ્લોગિંગ સમુદાય શંકાસ્પદ સામગ્રીને નોંધી શકે છે, જે અમને પછીથી જરૂર પડવા પર પગલા લેવામાં સહાયભૂત થાય છે. જ્યારે બ્લોગની મુલાકાત લેતી કોઈ વ્યક્તિ બ્લોગર Navbar માં “ફ્લેગ?” બટન પર ક્લિક કરે છે તો, તેનો અર્થ એમ કે તેઓ માને છે બ્લોગની સામગ્રી સંભવિત રૂપે વાંધાજનક અથવા અવૈધ હોઈ શકે છે. અમે બ્લોગ કેટલીવાર વાંધાજનક તરીકે ફ્લેગ કરવામાં આવે છે તેનો ટ્રૅક રાખીએ છીએ અને આ માહિતીનો ઉપયોગ કયા પગલા લેવાની જરૂર છે તે નિર્ધારિત કરવા માટે કરીએ છીએ. નોંધ રાખો કે વપરાશકર્તાઓ તેમના ફ્લેગને પાછો ખેંચવા માટે આ બટનને બીજીવાર દબાવી શકે છે.

17. હું મારા બ્લોગ પર ટિપ્પણીઓની મધ્યસ્થી કેવી રીતે કરું?

તમે ટિપ્પણી મધ્યસ્થતા સેટિંગ સેટિંગ્સ | ટિપ્પણીઓ ટૅબ પર મેળવી શકો છો. તે ફક્ત એક સામાન્ય હા/નહીં વિકલ્પ છે. આ વિકલ્પ માટે “હા” પસંદ કરવું, તમને તમારું ઇમેઇલ સરનામું દાખલ કરવાનું સ્થાન આપે છે. આનાથી તમે ઇમેઇલ દ્વારા તમારી નિયમિત ટિપ્પણી સૂચના સેટિંગને અસર કર્યા વગર ટિપ્પણીઓની મધ્યસ્થી કરી શકો છો. તે વૈકલ્પિક છે, ત્યાં સુધી તમે બ્લોગર ઇંટરફેસથી ટિપ્પણીઓની મધ્યસ્થી કરો છો. તેથી વિકલ્પને “હા” પર સેટ કરો, જોઈતું હોય તો સૂચના સરનામું દાખલ કરો, સેટિંગ્સ સાચવો, અને તમારી આગલી ટિપ્પણીની રાહ જુઓ.

બધી આવતી ટિપ્પણીઓ હવે વિશિષ્ટ “ટિપ્પણીઓની મધ્યસ્થી કરો” પૃષ્ઠ પર જશે, જે તમને પોસ્ટિંગ ટૅબની અંતર્ગત જોઈ શકશો. આ પૃષ્ઠ પર, તમને બધી ટિપ્પણીઓની એક સૂચિ દેખાશે જે બનાવવામાં આવેલી છે પરંતુ હજી સુધી માન્ય કરવામાં કે નકારવામાં આવેલી નથી. (આ સૂચિ બ્લોગનાં ઍડમિન સભ્યો દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓને બહાર રાખે છે.) સૂચિમાં દરેક લાઇન ટિપ્પણીની શરૂઆત, લેખકનું નામ અને જે સમયે તે બનાવવામાં આવેલી છે તે સમય બતાવે છે. ડાબી બાજુનાં ત્રિકોણને ક્લિક કરવાથી ટિપ્પણીનો આખો પાઠ બતાવવા માટે પંક્તિ વિસ્તૃત થશે, “પ્રકાશિત કરો” અને “નકારો” લિંક સહિત, જેનો ઉપયોગ તમે ટિપ્પણીને માન્ય કે અમાન્ય કરવા માટે કરી શકો છો.

આ આખી પ્રક્રિયા ઇમેઇલ દ્વારા પણ કરી શકાય છે. જો તમે મધ્યસ્થતા માટે એક ઇમેઇલ સરનામું દાખલ કર્યું છે તો, “પ્રકાશિત કરો” અને “નકારો” લિંક ધરાવતી દરેક ટિપ્પણી માટે તમને એક સંદેશ મળશે, સાથોસાથ, બ્લોગ માટેના મુખ્ય મધ્યસ્થતા પૃષ્ઠની લિંક.

18. હું બ્લોગરની લેઆઉટ સુવિધાનો ઉપયોગ કેવી રીતે કરું?

સૌ પ્રથમ, તમારા ડૅશબોર્ડ પર તમારા બ્લોગનું નામ શોધો, અને તેની બાજુની “નમૂનો” લિંકને ક્લિક કરો. જો આ લિંક તેના બદલે “લેઆઉટ” બતાવતી હોય, તો પછી તમે પહેલેથી જ લેઆઉટ સુવિધાનો ઉપયોગ કરી રહ્યા છો તો આ પ્રથમ પગલાને છોડી શકો છો. નમૂના પૃષ્ઠ પર, નેવિગેશન લિંક્સમાં “તમારી ડિઝાઇન કસ્ટમાઇઝ કરો” બતાવતું ટૅબ જુઓ અને તેના પર ક્લિક કરો. બ્લોગર તમારા ચાલુ નમૂનાનો બૅકઅપ બનાવશે એમ દર્શાવતો એક સંદેશ તમને મળશે. (જો તમે પછીથી તેને ઉલટાવવા માંગશો તો તમને બૅકઅપ નિશ્ચિતપણે ઉપલબ્ધ કરાવવામાં આવશે..) આગળ ચાલુ રાખવા માટે “તમારો નમૂનો અપગ્રેડ કરો” બટનને ક્લિક કરો. તે પછી, અમારા ડિફૉલ્ટ નમૂનાની ડિઝાઇન્સમાંથી એક પસંદ કરો, “નમૂનો સાચવો” ક્લિક કરો અને તમારો નમૂનો સેટ થઈ જશે.

એકવાર તમારો નમૂનો અપગ્રેડ થઈ જાય તે પછી, તમે તમારા નમૂનાના ઘટકોને તમે જે રીતે પ્રદર્શિત કરવા માંગતા હો તે રીતે ગોઠવી શકો છો. તમે જે ઘટકને ખસેડવા માગતા હો તેના પર ફક્ત ક્લિક કરો, અને તે ઘટકને ખેંચીને ત્યાં છોડો જ્યાં તેને રાખવા માગતા હો. (નોંધ: મોટા ભાગનાં નમૂનાઓમાં તમારા Navbar, બ્લોગ પોસ્ટ્સ અને મથાળા સિવાય બધા ઘટકોને તમે ખસેડી શકો છો.) “એક પૃષ્ઠ ઘટક ઉમેરો” પર ક્લિક કરીને, તમે તમારા બ્લોગ પૃષ્ઠ અથવા સાઇડબાર પર ઘણાં પૃષ્ઠો ઉમેરી શકો છો. આ એક પૉપ-અપ વિંડો ખોલશે જેનાથી તમે જોઈતા ઘટક વિભાગમાં “બ્લોગમાં ઉમેરો” ક્લિક કરીને તમારા બ્લોગમાં ઘટકો ઉમેરી શકશો.

19. મારે મારા પોસ્ટિંગ ફોર્મ પર શબ્દ ચકાસણી કેમ કરવી જોઈએ?

પોસ્ટિંગ ફોર્મ પરની શબ્દ ચકાસણી એ સામાન્ય રીતે BlogSpot માટે સ્પામ ઘટાડવાની મેકેનિઝમ છે. બે સંભવિત કારણો છે:

સંભવિત સ્પામ

આવા કિસ્સામાં, શબ્દ ચકાસણી અમુક સંભવિત સ્પામ બ્લોગ્સ પર એક સ્વયંચાલિત પદ્ધતિ દ્વારા લાગુ કરાય છે. આ એક સ્વયંચાલિત હોવાથી કેટલાક ખોટા પરિણામો મળે તે સ્વાભાવિક છે, જો કે અમે આને દૂર કરવા અમારા એલ્ગોરિધમના સુધારા પર સતત કાર્ય કરી રહ્યા છીએ. તમારા પોસ્ટિંગ ફોર્મ પરની શબ્દ ચકાસણી તમને પ્રકાશન કરવાથી અટકાવતી નથી અને એનો અર્થ એમ પણ નથી તમારો બ્લોગ કાઢી નાખવામાં આવશે અથવા જો તે અમારી નીતિઓનું ખરેખર ઉલ્લંઘન ન કરતી હોય તો સજાને પાત્ર થશે. પ્રકાશન દરમિયાન આવતી અગવડોને ટાળવા માટે, તમારા પોસ્ટિંગ ફોર્મ પરના શબ્દ ચકાસણીની બાજુમાં આપેલા “?” (પ્રશ્નવાચક ચિહ્ન) આયકનને ક્લિક કરો. તે તમને તે પૃષ્ઠ પર લઈ જશે જ્યાં તમે તમારા બ્લોગ માટે સમીક્ષાની વિનંતિ કરી શકો છો. તેને જોવા માટે અમારી પાસે કોઈ હશે, તે સ્પામ નથી તેની ચકાસણી કરે છે, અને તે પછી તમારા બ્લોગને વ્હાઇટલિસ્ટ કરે છે જેથી હવે તેને શબ્દ ચકાસણીની આવશ્યકતા રહેતી નથી.

ઉચ્ચ પોસ્ટિંગ રેટ

જો તમે એક દિવસમાં મોટી સંખ્યામાં પોસ્ટ્સ કરો છો, તો તમારે દરેક માટે, પછી ભલે તમારા બ્લોગે તેને એક સંભવિત સ્પામ તરીકે સ્પષ્ટ કરેલી હોય કે ન હોય, શબ્દ ચકાસણી પૂર્ણ કરવાની જરૂરી રહેશે. જો આવું બને, તો ફક્ત દરેક પોસ્ટ માટે શબ્દ ચકાસણી પૂર્ણ કરો, અથવા 24 કલાક રાહ જુઓ, તે કયા સ્થાન પર આપમેળે દૂર થઈ જશે. આ નિયંત્રણ ઘણું ખરું અમારા સર્વર પરનાં લોડને નિયંત્રિત કરવા માટે હોય છે જેથી સ્પષ્ટ સ્પામને અટકાવી શકાય. જોકે, અહીં વ્યક્તિગત બ્લોગ્સને છોડી શકાય તેવી કોઈ વ્હાઇટલિસ્ટિંગ સમીક્ષા પ્રક્રિયા નથી.

20. મારો બ્લોગ ડિસેબલ કરેલો કેમ છે?

ડિસેબલિંગ એ બ્લોગને સ્પામ તરીકે માર્ક કરતી અમારી સ્વયંચાલિત વર્ગીકરણ સિસ્ટમનું પરિણામ છે. જો તમારો બ્લોગ સ્પામ બ્લોગ નથી, તો તે અમારા સ્વયંચાલિત સિસ્ટમ દ્વારા ખોટી રીતે વર્ગીકૃત કરવામાં આવ્યો હતો અને અમે દિલગીર છીએ. જો તમારો બ્લોગ ડિસેબલ છે, તો તે તમારા ડૅશબોર્ડ પર સૂચિબદ્ધ કરવામાં આવશે, પરંતુ તમે તેને ઍક્સેસ કરવા માટે તેના પર ક્લિક કરી શકશો નહીં. જો આ સ્થિતિ છે, તો ગ્રેસ પિરિયડ મળશે જે દરમિયાન તમે તેની સમીક્ષા અને પુનઃપ્રાપ્ત કરવાની વિનંતિ કરી શકશો.

21. પોસ્ટિંગ કરતી વખતે હું કીબોર્ડ શૉર્ટકટ્સનો ઉપયોગ કરી શકું છું?

પોસ્ટ સંપાદિત કરતી વખતે વાપરવા માટે બ્લોગર પાસે ઘણાં બધા કીબોર્ડ શૉર્ટકટ્સ છે. તે Internet Explorer 5.5+/Windows અને Mozilla family (1.6+ અને Firefox 0.9+) માં નિશ્ચિતપણે, તથા અન્ય બ્રાઉઝર્સમાં સંભવતઃ કાર્ય કરી શકે છે.. તે આ મુજબ છે:

  • control + b = ઘાટું
  • control + i = ઇટાલિક
  • control + l = બ્લોકક્વોટ (ફક્ત HTML-મોડમાં હોય ત્યારે)
  • control + z = પૂર્વવત્ કરો
  • control + y = ફરીથી કરો
  • control + shift + a = લિંક
  • control + shift + p = પૂર્વાવલોકન
  • control + d = ડ્રાફ્ટ તરીકે સાચવો
  • control + s = પોસ્ટ પ્રકાશિત કરો
  • control + g = હિન્દી ટ્રાંસ્લિટરેશન

22. હું ભાષાંતર સુવિધાનો ઉપયોગ કેવી રીતે કરું?

બ્લોગર રોમન અક્ષરોને હિન્દીમાં વપરાતા દેવનાગરી અક્ષરોમાં રૂપાંતરીત કરવા માટેનો આપમેળે ટ્રાંસ્લિટરેશનનો વિકલ્પ આપે છે. આ તમને અંગ્રેજી સ્ક્રિપ્ટમાં હિન્દી શબ્દો લખવાની મંજૂરી આપે છે અને તે છતાંએ તેમને સાચા મૂળાક્ષરોમાં બતાવે છે. આ સુવિધાને એનેબલ કરવા માટે, સેટિંગ્સ | પાયાગત પૃષ્ઠ પર જાઓ અને ટ્રાંસ્લિટરેશનના વિકલ્પ માટે "હા" પસંદ કરો. આ સેટિંગ તમારા ખાતા પરના બધા બ્લોગ્સને કમ્પોઝ મોડ સેટિંગની જેમ અસર કરે છે.

23. હું બ્લોગરના પોસ્ટ એડિટરનો ઉપયોગ કેવી રીતે કરું?

બ્લોગરનાં પોસ્ટ એડિટરનાં ત્રણ મોડ હોય છે:

  • કમ્પોઝ કરો: એક WYSIWYG મોડ કે જ્યાં તમે પાઠને ફોર્મેટિંગ બટનથી મેનિપ્યુલેટ કરી શકો છો.
  • HTML સંપાદિત કરો: એક રૉ મોડ કે જ્યાં તમે મેન્યુઅલી html સંપાદિત કરી શકો છો.
  • પૂર્વાવલોકન: પોસ્ટનું તેના શીર્ષક, લિંક્સ અને છબીઓ સહિત પૂર્ણ ભાગનું એક પૂર્વાવલોકન આપે છે.

આ મોડ્સ વચ્ચે સ્વિચ કરવા માટે, યોગ્ય લિંકને ક્લિક કરો. ફોર્મેટિંગ બટન્સ અમુક બ્રાઉઝર્સમાં જ ઉપલબ્ધ હોય છે.

સુવિધાઓ, ડાબે-થી-જમણે:

  • ફોન્ટ
  • ફોન્ટનું કદ
  • ઘાટા
  • ઇટાલિક
  • ફોન્ટનો રંગ
  • લિંક
  • ડાબે બંધબેસતું
  • મધ્ય
  • જમણે બંધબેસતું
  • પૂર્ણ-બંધબેસતું
  • ક્રમાંકિત (નંબર્ડ) સૂચિ
  • બિનક્રમાંકિત (બુલેટ) સૂચિ
  • બ્લોકક્વોટ
  • જોડણી પરીક્ષક
  • છબી અપલોડ કરો
  • પસંદ કરેલામાંથી ફોર્મેટિંગ દૂર કરો

24. હું મારા બ્લોગ માટે કસ્ટમ ડોમેન નામ ક્યાંથી ખરીદી શકું છું?

અહીં ઘણી બધી કંપનીઓ છે જેની પાસેથી તમે ડોમેન નામો ખરીદી શકો છો, સામાન્ય રીતે ખૂબ જ વાજબી વાર્ષિક કિમતો પર.ડોમેન રજીસ્ટ્રાર માટેની એક Google શોધ તમને સંખ્યાબંધ વિકલ્પો પૂરા પાડશે. તમે આ સૂચિ દ્વારા પણ ખરીદી કરી શકો છો:

25. હું મારા બ્લોગમાં દેખાતી તારીખોનું ફોર્મેટ કેવી રીતે બદલું?

તમે તમારી બ્લોગ સેટિંગ્સને સંપાદિત કરીને પોસ્ટ્સ અને આર્કાઇવ લિંક્સ બંને માટે તારીખ ફોર્મેટને બદલી શકો છો. સેટિંગ્સ | ફોર્મેટિંગ પૃષ્ઠ પર, “તારીખ મથાળું ફોર્મેટ” અને “આર્કાઇવ અનુક્રમણિકા તારીખ ફોર્મેટ” ક્ષેત્ર હોય છે. બંને ક્ષેત્રમાં ડ્રૉપ-ડાઉન મેનૂઝ શામેલ હોય છે જે તારીખો દર્શાવવા માટે ફોર્મેટ વિકલ્પોને સૂચિબદ્ધ કરે છે. (તારીખ હેડર્સ સામાન્ય રીતે તમારી પોસ્ટ્સની ઉપર જાય છે અને આર્કાઇવ અનુક્રમણિકા એ સામાન્ય રીતે તમારી સાઇડબારમાં આર્કાઇવ લિંક્સની સૂચિ છે.) પતી જવા પર પૃષ્ઠમાં નીચેના “સેટિંગ્સ સાચવો”ને ક્લિક કરો.

26. પોસ્ટ નમૂનો શું છે?

પોસ્ટ ટેમ્પલેટ્સ, પોસ્ટ સંપાદકને પ્રી-ફોર્મેટ કરીને સમય બચાવવામાં વપરાશકર્તાઓની મદદ કરે છે. કેટલાક વપરાશકર્તાઓને તેમની પોસ્ટ્સને અમુક રીતે ફોર્મેટ કરવાનું ગમે છે. ઉદાહરણ તરીકે, કેટલાકને પહેલી પંક્તિ પર લેખને લિંક કરવાનું, પછી તેને નીચે ક્વોટ કરવાનું ગમે છે. આ સ્થિતિમાં, લિંક અને બ્લોકક્વોટ ટૅગ્સ પોસ્ટ નમૂનામાં દાખલ કરી શકાય છે અને તે દરેક પોસ્ટ પર ભરવા માટે તૈયાર દેખાશે.

27. બેકલિંક્સ શું છે અને હું તેનો ઉપયોગ કેવી રીતે કરી શકું?

બૅકલિંક્સથી તમે તમારી પોસ્ટ્સને લિંક કરતા વેબ પરના અન્ય પૃષ્ઠોનો ટ્રૅક રાખી શકો છો. જો તમારા મિત્રો તમારી પોસ્ટ્સમાંની એકને લિંક કરે છે, ઉદાહરણ તરીકે, પોસ્ટ આપમેળે બતાવશે કે કોઈ બીજાએ તેને લિંક કરી છે અને તે તમારા મિત્રના ટેક્સ્ટ અને તમારા મિત્રની પોસ્ટની એક ટૂંકી સ્નિપેટ્સ આપશે. બેકલિંક્સ સેટિંગ સેટિંગ્સ | ટિપ્પણીઓ ટૅબ હેઠળ હોય છે અને તેમાં તેને ચાલુ અથવા બંધ કરવાનો એક, સરળ વિકલ્પ હોય છે. જો તે એનેબલ કરવામાં આવે છે, તો તમે એક દરેક પોસ્ટ માટે ટિપ્પણી લિંકની પાસે “આ પોસ્ટની લિંક્સ” થી માર્ક કરેલી એક લિંક જોશો.

28. શબ્દ ચકાસણી વિકલ્પ શું છે?

તમારા બ્લોગ માટે "શબ્દ ચકાસણી” વિકલ્પ સેટિંગ્સ | ટિપ્પણીઓ ટૅબ પર શોધી શકાય છે. જો તમે આ સેટિંગ માટે “હા” પસંદ કરો છો, તો તમારા બ્લોગ પર મૂકવામાં આવેલી ટિપ્પણીઓને શબ્દ ચકાસણી પગલાં પૂર્ણ કરવાની આવશ્યકતા રહેશે, તમે બ્લોગ બનાવતી વખતે પ્રસ્તુત કરો છો તેની જેમજ. આ શું કરે છે કે સ્વયંચાલિત સિસ્ટમને તમારા બ્લોગ પર ટિપ્પણીઓ ઍડ કરતાં અટકાવવા માટે, શબ્દ વાંચી આ પગલું પૂરું કરવા કોઈ વ્યક્તિને લે છે. જો તમને કોઈક વખત કોઈ જાહેરાત જેવી લાગતી કોઈ ટિપ્પણી અથવા સંબંધિત ન હોય તેવી સાઇટની રેન્ડમ લિંક પ્રાપ્ત થઈ હોય, તો સમજવું કે તમને સ્પામ ટિપ્પણી મળી છે. સૉફ્ટવેર દ્વારા આપમેળે એવું ઘણું બધું બને છે કે જે શબ્દ ચકાસણી પૂર્ણ કરી શકતું નથી, તેથી આવી ઘણી વણજોઈતી ટિપ્પણીઓને રોકવા માટે આ વિકલ્પને એનેબલ કરવું એ શ્રેષ્ઠ રીત છે.

29. શું હું મારા બ્લોગના લેઆઉટની HTMLને સંપાદિત કરી શકું છું?

નિશ્ચિતપણે, ફક્ત નમૂનો | HTML સંપાદિત કરો ટૅબ પર જાઓ. આ પૃષ્ઠ પરની પ્રથમ વસ્તુ, તમારા હાર્ડ ડ્રાઇવ પર તમારી ટેક્સ્ટ ફાઇલમાં તમારા નમૂનાની એક કૉપિ ડાઉનલોડ કરવા માટેનું વિકલ્પ છે. અમે તમને ભારપૂર્વક આમ કરવાની ભલામણ કરીએ છીએ જેથી તમે સમાન ફાઇલને ફરી અપલોડ કરીને સરળતાથી ઉલટાવી શકો. એ પછી આવે છે તમારા નમૂના માટેનો વાસ્તવિક કોડ. તમે જોયું હશે કે તે કંઇક નિયમિત HTML અને CSS જેવું લાગે છે, પરંતુ તેમાં ઘણાં બધા કસ્ટમ ટૅગ છે, જે આને અમારા ખેંચો-અને-છોડો લેઆઉટ એડિટર, ફોન્ટ અને રંગ પીકર સાથે સુસંગત બનાવે છે.

30. મારા બ્લોગનાં શીર્ષક ક્યાં દેખાય છે?

તમારા બ્લોગના શીર્ષક, બ્લોગરમાં સેટિંગ્સ | પાયાગત ટૅબમાં સેટ કરેલ મુજબ, અનેક સ્થાનોમાં દેખાઈ શકે છે: તમારા પ્રકાશિત બ્લોગ, તમારા ડેશબોર્ડ પર, તમારી પ્રોફાઇલમાં અને તમારા ડેશબોર્ડ (જો તમારો બ્લોગ સૂચિબદ્ધ હોય તો) પર "વર્તમાનમાં અપડેટ કરેલી" સૂચિ પર (જો તમારો બ્લોગ સૂચિબદ્ધ હોય તો). તેથી ખાતરી કરો કે તે સર્જનાત્મક છે!

31. URL શું છે?

URLવેબ પર કોઈ ફાઇલનું સ્થાન છે. URL શામેલ હોય તેવા કેટલાક ઉદાહરણો http://www.blogger.com/, અથવાhttp://myblog.blogspot.com/. તમે જે URL પસંદ કરો છો, તેનો ઉપયોગ, તમારા બ્લોગને ઍક્સેસ કરવા માટે તમારા અને તમારા મુલાકાતીઓ દ્વારા કરવામાં આવશે.

બ્લોગ નિર્માણની પ્રક્રિયા દરમિયાન જો તમે તમારા બ્લોગને Blog*Spot પર હોસ્ટ કરવા માંગો છો, તો તમને તેના માટે URL પસંદ કરવાનું કહેવામાં આવશે. તેમાં પહેલાંથી જ Blog*Spot બ્લોગ્સ મોટી સંખ્યામાં હોવા છતાં, તમારે તેમાં ઉપલબ્ધ છે તેમાંથી કંઈ મેળવતા પહેલા કંઈક સર્જનાત્મક અને જરા અલગ માટે પ્રયાસ કરવાની જરૂર પડશે. તમારા બ્લોગના URL ની પસંદગી કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી એક વાત એ છે કે હાયફન્સ (ડૅશેસ તરીકે પણ ઓળખાય છે, - ) ફક્ત આ જ નૉન-આલ્ફાન્યૂમેરિક અક્ષરની પરવાનગી છે. નથી ખાલી જગ્યાની મંજૂરી, કે નથી અંડરસ્કોર (_)અથવા કોઈપણ અન્ય વિશેષ અક્ષરોની મંજૂરી.

32. “સૂચિ” સેટિંગ શું કરે છે?

“તમારો બ્લોગ અમારી સૂચિઓમાં ઉમેરીએ?" સેટિંગ નક્કી કરે છે કે તમારો બ્લોગ blogger.com પર દેખાશે કે નહીં — વિશિષ્ટરૂપે, તમારા પ્રોફાઇલ પેજ પરની બ્લોગ સૂચિ માટે અને બ્લોગર હોમપેજ પર દેખાતા તાજેતરમાં અપડેટ કરેલા બ્લોગ્સ માટે. તમે આ સેટિંગને સેટિંગ્સ | પાયાગત પેજ પર શોધી શકો છો. નોંધ: જો તમારો બ્લોગ નમૂનો BlogMetaData ટૅગનો ઉપયોગ કરી રહ્યો છે, તો આ બંધ કરવાનો અર્થ એ પણ છે કે તમારો બ્લોગ સર્ચ એંજિન્સ દ્વારા ક્રોલ્ડ કરવામાં આવ્યો નથી.

33. એન્કોડિંગ સેટિંગ શું કરે છે?

એન્કોડિંગ સેટિંગ જણાવે છે કે બ્રાઉઝર તમારા બ્લોગને કેવી રીતે પ્રદર્શિત કરશે. આ અંગ્રેજી-ભાષાના બ્લોગ માટે એટલુ મહત્વપૂર્ણ નથી, અંગ્રેજી સિવાયની ભાષાના બ્લોગ્સ માટે યોગ્ય રીતે પ્રદર્શિત કરવું મૂળભૂત છે. UTF-8 ડિફૉલ્ટ તરીકે પસંદ કરેલ છે, કેમ કે તે બધી ભાષાને સપોર્ટ કરે છે. પરંતુ કેટલાક કિસ્સામાં, તમને અન્ય એન્કોડિંગનો પ્રયત્ન કરવાની જરૂર પડશે. અને જો તમને જરૂર છે તે એન્કોડિંગ સૂચિબદ્ધ નથી, તો અમને જણાવો અને અમે તેને શક્ય એટલું જલદી ઉમેરીશું.

34. FTP સર્વર શું છે?

FTP સર્વર એ એક કમ્પ્યુટર છે જે વપરાશકર્તા તરફથી અપલોડ કરવામાં આવેલી ફાઇલોને સ્વીકારવા FTP નો ઉપયોગ કરે છે. તમારા FTP સર્વરનું સરનામું સામાન્ય રીતે આવું દેખાય છે: ftp.example.com

જ્યારે તમે કોઈ હોસ્ટિંગ સેવા ખરીદો ત્યારે, તેની સાથે ઉપયોગ કરવા માટે તમને FTP સર્વરનું સરનામું આપવામાં આવવું જોઈએ. જો તમારી પાસે આ માહિતી નથી અથવા તમે આ વિષે અનિશ્ચિત છો, તો કૃપા કરીને તમારા હોસ્ટિંગ પ્રદાતાનો સંપર્ક કરો.

નોંધો:

  • ડિફૉલ્ટ પોર્ટ નંબરનો ઉપયોગ કરવામાં આવશે (:FTP માટે 21 અને : SFTP માટે 22 ). ઉલ્લેખિત કરેલા વૈકલ્પિક પોર્ટ કાર્ય કરશે નહીં.
  • સર્વર સરનામામાં http:// અથવા ftp:// શામેલ કરશો નહીં.

35. FTP પાથ શું છે?

તમારો FTP પાથ બ્લોગરને બતાવે છે કે તમારી બ્લોગ ફાઇલોને તમારા સર્વર પર ક્યાં મૂકવી. તે આ ફોર્મેટમાં હોવી જોઈએ:

નિર્દેશિકા/નિર્દેશિકા/ (પાછળનાં સ્લેશ શામેલ કરવાનું ભૂલશો નહીં)

જો તમે FTP થી પરિચિત છો, તો તમારો પાથ તમારી વેબ-ઍક્સેસિબલ નિર્દેશિકા છે. ઉદાહરણ તરીકે, તે કદાચ 'htdocs' અથવા 'www' અથવા 'public_html,' , અથવા જો તમે તમારો બ્લોગ પેટાનિર્દેશિકામાં મૂકવા માંગો છો, તો 'htdocs/blog/' વગેરે હોઈ શકે છે.

જો તમને થોડું જટિલ લાગતું હોય, તો મદદ માટે તમારા હોસ્ટિંગ પ્રદાતાનો સંપર્ક કરો.. તે જણાવી શકે છે કે તમારા વિશિષ્ટ સર્વર માટે વસ્તુઓ કેવી હોવી જોઈએ

નોંધો:

  • સર્વર સરનામામાં http://ftp:// અથવા સર્વરનું સરનામું શામેલ કરશો નહીં.
  • તમે જે નિર્દેશિકાનો ઉલ્લેખ કર્યો છે તે તમારા FTP સર્વર પર પહેલાંથી જ છે.
  • આ સંપૂર્ણ પાથ હોવો જોઈએ નહીં - તે સર્વર પરના તમારા ftp રુટ સ્થાનથી સંબંધિત હોવો જોઈએ.

36. અનુક્રમણિકા અને આખા બ્લોગનાં પુનઃપ્રકાશન વચ્ચે શો તફાવત છે?

જો તમારી પાસે કોઈ FTP બ્લોગ છે, તો તમને અપડેટ્સ પ્રતિબિંબિત કરવા માટે હજુ પણ પુનઃપ્રકાશિત કરવાની જરૂર છે. ફક્ત અનુક્રમણિકા પુનઃપ્રકાશિત કરો નો અર્થ એ છે કે ફક્ત અનુક્રમણિકા પૃષ્ઠ (અને સાઇટ ફીડ, જો એનેબલ હોય તો) પુનઃપ્રકાશિત કરવામાં આવશે.

સંપુર્ણ બ્લોગ પુનઃપ્રકાશિત કરો સંપૂર્ણ બ્લોગ- અનુક્રમણિકા પૃષ્ઠ, ફીડ, આર્કાઇવ અને પોસ્ટ પૃષ્ઠો પ્રકાશિત કરશે. આ તમારા નવીનતમ નમૂના ફેરફારોને બધાં બ્લોગનાં પૃષ્ઠો લાગુ કરશે. જો તમને ઘણી વધારે પોસ્ટ્સ મળી હોય તો આમાં થોડો સમય લાગી શકે છે.

37. હું કાનૂની સમસ્યાની જાણ ક્યાં કરી શકું?

જો તમે કોઈ કાનૂની સમસ્યાની જાણ કરવા માંગો છો, તો કૃપા કરીનેઅમારો સંપર્ક કરો.

You can leave a response, or trackback from your own site.

0 Response to "બ્લોગર સહાય"

Post a Comment

featured-video