આજે વિશ્વસ્તરે નાણાંની લેવડ-દેવડ અને ટેકિનકનો ઝડપથી વિકાસ થઇ રાો છે. તેથી પરિણામ, કરવેરા, મૂલ્ય અને વધતા જતા જટિલ નાણાકીય પરિણામોનું ભવિષ્યકથન કરી શકે તેવા વ્યવસાયની માગ વધી રહી છે. આ પરિસ્થિતિને લીધે ફાઇનાન્સિયલ એન્જિનિયરિંગ નામનું નવું અને મહત્ત્વનું ક્ષેત્ર વિકસી રાું છે.
ફાઇનાન્સિયલ એન્જિનિયરિંગ એ અનુસ્નાતક કક્ષાનો અભ્યાસક્રમ છે. આ ઐપ્લાઇડ મેથેમેટિકસનું સૌથી ઝડપી વિકસતું ક્ષેત્ર છે. તે ફાઇનાન્સિયલ સિદ્ધાંત, ગણિત અને કમ્પ્યૂટર ટેકિનકનું મિશ્રણ છે. ફાઇનાન્સિયલ એન્જિનિયરિંગમાં ફાઇનાન્સિયલ માર્કેટ અને ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ માટે આધુનિક ગાણિતિક વિધિ અને કમ્પ્યૂટર ટેકિનકનો ઉપયોગ કરવામાં આવે છે જે લોકોને ગણિત, કમ્પ્યૂટર ટેકિનક અને ફાઇનાન્સિયલનું જ્ઞાન હોય તે આ વ્યવસાયલક્ષી અભ્યાસક્રમમાં જોડાઇ શકે છે.
ફાઇનાન્સિયલ એન્જિનિયરિંગનું લક્ષ્ય વિવિધ મૂળ રોકાણ (ડેરિવેટિવ સિકયોરિટિઝ) અને બીજી પદ્ધતિઓનો ઉપયોગ કરીને સંક્ષિપ્ત રૂપે ફાઇનાન્સિયલ રિસ્કને નિયંત્રિત કરવાનું છે. ફાઇનાન્સિયલ એન્જિનિયરિંગ અંતર્ગત ફાઇનાન્સિયલ સિદ્ધાંત, એન્જિનિયરિંગ, ગણિત અને કમ્પ્યૂટર પ્રોગ્રામિંગ વિષયોનો અભ્યાસ કરવાનો હોય છે. આ કોર્સ જે લોકો સુરક્ષા, બેન્કિંગ, ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ અને કન્સિલ્ટંગ એન્જિનિયરિંગ ક્ષેત્રે કારકિર્દી ઘડવા ઇરછતા હોય તે પસંદ કરી શકે છે.
અભ્યાસ કયાô પછી વિધાર્થી કોર્પોરેટ ટ્રેઝરી અને સામાન્ય મેન્યુફેકચરિંગ અને સર્વિસ કંપનીના નાણાં વિભાગમાં કવોન્ટિટેટિવ એનાલિસ્ટ તરીકે કારકિર્દીની શરૂઆત કરી શકે છે. ફાઇનાન્સિયલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરીને વિધાર્થી રિસ્ક મેનેજમેન્ટ, પ્રોડકટ સ્ટ્રકચરિંગ, કવોન્ટિટેટિવ એસેટ મેનેજમેન્ટ, કવોન્ટિટેટિવ ટ્રેડિંગ, કવોન્ટિટેટિવ રિસર્ચ અને ફાઇનાન્સિયલ ઇન્ફોર્મેશન ટેકિનકના ક્ષેત્રની સમસ્યાઓને ઉકેલવાની તાલીમ પામે છે.
ફાઇનાન્સિયલ એન્જિનિયરિંગની ટેકિનક ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ, કોમર્શિયલ બેન્કિંગ, કોર્પોરેટ ફાઇનાન્સ, કેપિટલ બજેટિંગ, પોર્ટ ફોલિયો મેનેજમેન્ટ, રિસ્ક મેનેજમેન્ટ, ફાઇનાન્સિયલ કન્સિલ્ટંગ અને પ્લાનિંગ સહિત ખૂબ મોટા પાયે બિઝનેસ ગતિવિધિઓ માટે જરૂરી બની ગઇ છે. આ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા ગણિત, એન્જિનિયરિંગ, કમ્પ્યૂટર સાયન્સ, અર્થશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, ભૌતિક વિજ્ઞાન અથવા તો અન્ય ટેકિનકલ વિષયમાં સ્નાતકની પદવી મેળવેલી હોવી જરૂરી છે. જોકે અમેરિકાની કોલેજમાં અભ્યાસ કરવા માટે આટલી યોગ્યતા પૂરતી નથી.
ફાઇનાન્સિયલ એન્જિનિયરનો વિદેશમાં ખાસ કરીને અમેરિકામાં અભ્યાસ કરવા ઇરછતા વિધાર્થીઓનો જીપીએની સાથે જીઆરએફનો સ્કોર ઘ્યાનમાં લેવાય છે. તદુપરાંત તથા ઉમેદવારના અંડર ગ્રેજયુએટ ડિગ્રી પ્રોગ્રામ (ખાસ કરીને જો તે ટેકનોલોજી કે પછી વધુ મહેનત માગી લે તેવો હોય તો) તેની ગુણવત્તા કે વિશેષતા, વ્યવસાય અને શોધનો અનુભવ પ્રોફેશનલ અને રિસર્ચ એકસપિરિયન્સ અને ભલામણ પત્ર એ બધાનું મૂલ્યાંકન થાય છે.
જો વિધાર્થી રિસર્ચના ક્ષેત્રે કારકિર્દી ઘડવા માગતા હોય તો ફાઇનાન્સિયલ એન્જિનિયરિંગની કરિયર બનાવીને તે ધાર્યા કરતાં વધારે બૌદ્ધિક પડકારોનો સામનો કરીને સમસ્યાઓનો ઉકેલ મેળવવાની શોધ કરી શકે છે. વિકસતા જતા આ વ્યવસાયને વધુ વિકસાવી શકે છે. ફાઇનાન્સિયલ એન્જિનિયરિંગ ગ્રેજયુએટ્સ કોમર્શિયલ તથા ઇન્વેસ્ટમેન્ટ બેન્ક, ઇન્વેસ્ટમેન્ટ ફર્મ, ઇનશ્યોરન્સ કંપની, પેન્શન ફંડ, ઇન્ફોર્મશન ટેકનોલોજી ડેવલપમેન્ટ ફર્મ અને રિસ્ક મેનેજમેન્ટ ટીમમાં કારકિર્દી ઘડીને ઝડપથી પ્રગતિ સાધી શકે છે.
બધી નાણાં સંસ્થાઓ ફાઇનાન્સિયલ એન્જિનિયરને દમદાર પગાર અને અનેક સવલતો પૂરી પાડીને નોકરીએ રાખે છે. એચએસબીસી, મેરિલ લિન્ચ, મોગર્ન સ્ટેન્લે, બાકર્લે કેપિટલ વગેરે કંપનીઓ રિસ્ક મેનેજર, કવોન્ટિટેટિવ એનાલિસ્ટ, પોર્ટ ફોલિયો એનાલિસ્ટ અને ટ્રેઝરર, મોર્ગેજ બેકડ સિકયોરિટી એસોસિયેટના પદે ફાઇનાન્સિયલ એન્જિનિયરની નિમણૂક કરે છે. સફળ ફાઇનાન્સિયલ એન્જિનિયર કોર્પોરેટ સ્ટ્રેટેજીક પ્લાનિંગ, પ્રાયમરી એન્ડ ડેરિવેટિવ સિકયોરિટિઝ વેલ્યુએશન,
ફાઇનાન્સિયલ ઇન્ફોર્મેશન સિસ્ટમ મેનેજમેન્ટ, પોટર્ ફોલિયો મેનેજમેન્ટ અને સિકયોરિટિઝ ટ્રેડિંગમાં પણ કરિયર બનાવી શકે છે. આ પદ પર ઘણો સારો પગાર મેળવી શકાય છે. પબ્લિક સેકટર અંડરટેકિંગ્સ, ફાઇનાન્સિયલ કોર્પોરેશન, બિઝનેસ ફર્મ, એકસપોર્ટ એજન્સી, કોમર્શિયલ અંડરટેકિંગ્સ, ઇનશ્યોરન્સ, પ્રાઇવેટ કંપની, મેનેજમેન્ટ કન્સલ્ટન્સીઝ વગેરેને ફાઇનાન્સિયલ એન્જિનિયરની જરૂર પડે છે. ભારતમાં અમુક સંસ્થાઓમાંથી ફાઇનાન્સિયલ એન્જિનિયરિંગનો અભ્યાસક્રમ કરી શકાય છે.
વિદેશમાં અભ્યાસક્રમ
પ્રિન્સ્ટન વિશ્વવિધાલય, પ્રિન્સ્ટન, ન્યૂ જર્સી, યુએસએ
ટેપ્પર સ્કૂલ ઓફ બિઝનેસ, કાર્નેગી મેલ્લાન વિશ્વવિધાલય, ૫૦૦૦ ફોબ્ર્સ એવન્યૂ, પિટ્સબર્ગ, પીએ ૧૫૨૩૧, યુએસએ એમબીએ કમ્પ્યૂટેશનલ ફાઇનાન્સ
કોરનેલ યુનિવર્સિટી, ઇથાકા, ન્યૂ યોર્ક ૧૪૮૫૩, યુએસએ.
ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ એન્ડ ઓપરેશન્સ રિસર્ચ ડિપાર્ટમેન્ટ, આરએમ ૩૧૩, સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ એન્ડ અપ્લાઇડ સાયન્સીસ, કોલમ્બિયા યુનિવર્સિટી, ૫૦૦ વેસ્ટ ૧૨૦ સ્ટ્રીટ, ન્યૂ યોર્ક, એનવાય ૧૦૦૨૭.
એમ.એસ. ફાઇનાન્સિયલ એન્જિનિયરિંગ
યુનિવર્સિટી ઓફ મિશિગન, ૨૭૩બી ક્રિસલર સેન્ટર, ૨૧૨૧ બેનિસ્ટીલ બાઉલેવાર્ડ, એએનએન ઓર્બર, એમએલ ૪૮૧૦૯૨૦૯૨.
હાસ સ્કૂલ ઓફ બિઝનેસ, યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા એટ બેરકલે, બેરકલે, સીએ ૯૪૭૨૦-૧૯૦૦.
મેસેરયુએટ્સ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી (એમઆઇટી), લેબોરેટરી ફોર ફાઇનાન્સિયલ એન્જિનિયરિંગ રૂમ ઇ૫૨-૪૫૦,૫૦ મેમોરિયલ ડ્રાઇવ, કેમ્બિ્રજ, એમએ ૦૨૧૪૨.
ફાઇનાન્સિયલ એન્જિનિયરિંગના કોર્સિસ
સ્ટેનફોર્ડ યુનિવર્સિટી, યુએસએ
કેન્ટ સ્ટે યુનિવર્સિટી, ૩૦૨ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન બિિલ્ડંગ, કેન્ટ, ઓએચ ૪૪૨૪૦, યુએસઅ
POWERED BY : DIVYABHASKAR.CO.IN
0 Response to "ફાઇનાન્સિયલ એન્જિનિયિંરગ"