Subscribe to Zinmag Tribune
Subscribe to Zinmag Tribune
Subscribe to Zinmag Tribune by mail

વેજ સેઝવાન ઢોંસા

12:29 AM Posted by Deepak Dama

સામગ્રીઃ
250 ગ્રામ ઢોંસાનું ખીરું, 5 થી 7 ચમચી તેલ, 2 નંગ ડુંગળી, અડધી ચમચી આદુની પેસ્ટ, 1 નંગ ગાજર, 1 નંગ લીલું કેપ્સીકમ, 1 નંગ લાલ કેપ્સીકમ, 50 ગ્રામ કેબીજ, મીઠું સ્વાદાનુસાર, 3 ચમચી સેઝવાન સોસ (બજારમાં તૈયાર પણ મળે છે), 1 ચમચી લાલ મરચું.

રીતઃ
સૌ પ્રથમ એક નોનસ્ટીક કઢાઈમાં થોડું તેલ મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં લાંબા સમારેલા કાંદા ઉમેરી સાંતળો. ત્યારબાદ તેમાં આદુની પેસ્ટ ઉમેરી થોડીવાર સાંતળો. હવે તેમાં લાંબુ સમારેલું ગાજર, લાંબુ સમારેલું લાલ અને લીલું કેપ્સીકમ અને મીઠું ઉમેરી મિક્સ કરી, અધકચરું ચડવા દો. કેબીજ જલદી ચડી જાય છે માટે છેલ્લે કેબીજનું લાંબુ છીણ ઉમેરી મિક્સ કરો. ગેસ બંધ કરી આ સ્ટફિંગ એક બાઉલમાં કાઢી લો.

હવે ઢોંસાનાં ખીરામાંથી નોનસ્ટીક લોઢી પર ઢોંસો પાથરી, ફરતું તેલ મૂકો. ઢોંસો એકબાજુ થઈ જાય એટલે તેને ઉથલાવ્યા વગર તેમાં તૈયાર કરેલું સ્ટફિંગ ભરી, ઢોંસો ફોલ્ડ કરી દો. સાંભાર અને ટોપરાની ચટણી સાથે ગરમ ગરમ સેઝવાન ઢોંસા પીરસો.
You can leave a response, or trackback from your own site.

0 Response to "વેજ સેઝવાન ઢોંસા"

Post a Comment

featured-video