Subscribe to Zinmag Tribune
Subscribe to Zinmag Tribune
Subscribe to Zinmag Tribune by mail
બી. કોમ. કે એમ.કોમ. કર્યા પછી કોઇ પ્રતિષ્ઠિત ઇન્સ્ટિટયૂટમાંથી કોસ્ટ એકાઉન્ટિંગ કે મેનેજમેન્ટ એકાઉન્ટિંગનો કોર્સ કરવામાં આવે તો કોમર્સમાં પણ કારકિર્દી બનાવી શકો છો. આ પ્રકારનો પ્રોફેશનલ કોર્સ કરવાથી ઉરચ પગારે નોકરી સહેલાઇથી મળી શકે છે. મેનેજમેન્ટ એકાઉન્ટિંગ એ કોસ્ટ એન્ડ વર્ક એકાઉન્ટન્સીને લગતો એક કોર્સ છે. ધ ઇન્સ્ટિટયૂટ ઓફ કોસ્ટ એન્ડ વર્ક એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા (આઇસીડબ્લ્યૂએઆઇ) નામની સંસ્થા ઘણા વર્ષોથી આ કોર્સ ચલાવે છે અને આ સંસ્થાની ડિગ્રી પણ માન્ય ગણાય છે.

‘મેઈડ ઈન અમેરિકા’ મંદીનું મોજું લગભગ બધે જ ફરી વળ્યું છે. તેની અસર આપણે ત્યાં પણ પડી છે. આવી પડેલી મંદીની આફતને પહોંચી વળનારા પ્રોફેશનલ્સ એકાઉન્ટન્ટની ડિમાન્ડ રાતોરાત વધી ગઇ છે. તદ્ઉપરાંત ભવિષ્યમાં પણ આવા પ્રોફેશનલ્સ મળી રહે એ માટે દેશ-વિદેશની વિવિધ યુનિવર્સિટીએ એકાઉન્ટિંગનો અભ્યાસક્રમ બદલ્યો છે. હવો કોસ્ટ કટિંગ, વર્ક એકાઉન્ટિંગ, મેનેજમેન્ટ એકાઉન્ટિંગ જેવા વિષયોના અભ્યાસ પર વધુ ભાર મુકવામાં આવે છે.
આપણે ત્યાં પણ ઘણી યુનિવર્સિટી અને ઇન્સ્ટિટયૂટ્સ આવા અભ્યાસક્રમ ચલાવે છે, કારણ કે એ સમયની માગ છે. મંદીને પહોંચી વળવા માટે ઘણી બધી કંપની કોસ્ટ કટિંગનો માર્ગ અપનાવી રહી છે. કોસ્ટ કટિંગની એકસરસાઇઝથી કંપનીને ઘણા ફાયદો થાય છે. કોસ્ટ કટિંગના જાણકાર પ્રોફેશનલ્સ કંપનીને ખોટા ખર્ચામાંથી ઉગારે છે. વળી, કંપની પણ નાણાંને વેડફાતાં અટકાવવા માટેના જાતભાતના રસ્તાઓ શોધતી રહે છે.

કોમર્સ લાઇનમા ૧૨મું ધોરણ પાસ કરેલા વિધાર્થીઓ માટે આઇસીડબ્લ્યુએઆઇમાં કોર્સ ઉપલબ્ધ છે. વિધાર્થીઓ ઇરછાનુસાર ફાઉન્ડેશન કોર્સ પણ કરી શકે છે. આ અભ્યાસક્રમમાં ચાર પેપર્સની પરીક્ષા આપવાની હોય છે. આ પરીક્ષા પાસ કરવાથી કોમર્સ અંગેની ઊંડાણપૂર્વકની સમજ વધુ ગાઢ બને છે.

ફાઉન્ડેશન કોર્સના વિષય
ઓર્ગેનાઇઝેશન એન્ડ મેનેજમેન્ટ ફંડામેન્ટલ, એકાઉન્ટિંગ, ઇકોનોમિકસ એન્ડ બિઝનેસ ફંડામેન્ટલ્સ, બિઝનેસ મેથેમેટિકસ એન્ડ સ્ટેટિકસ ફંડામેન્ટલ

ઇન્ટરમીડિએટ કોર્સ
આ કોર્સ અંતર્ગત કુલ ચૌદ વિષયો ભણવાના હોય છે. કુલ ૧૪ પેપર્સ આપવાના હોય છે.

ગ્રુપ-૧ના વિષયો
ફાઇનાન્સિયલ એકાઉન્ટિંગ, કોમર્શિયલ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ લોઝ એન્ડ ઓડિટિંગ, અપ્લાઇડ ડાયરેકટ ટેકસેશન

ગ્રુપ-૨ના વિષયો
કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટિંગ, ઓપરેશન મેનેજમેન્ટ એન્ડ ઇન્ફોર્મેશન સિસ્ટમ, એપ્લાઇડ ઇનડાયરેકટ ટેકસેશન

ગ્રુપ-૩ના વિષયો
કેપિટલ માર્કેટ એનાલિસિસ એન્ડ કોર્પોરેટ લોઝ, ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ એન્ડ ઇન્ટરનેશનલ ફાઇનાન્સ, મેનેજમેન્ટ એકાઉન્ટિંગ એન્ડ સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ, ઇનડાયરેકટ એન્ડ ડાયરેકટ ટેકસ મેનેજમેન્ટ

ગ્રુપ-૪ના વિષયો
મેનેજમેન્ટ એકાઉન્ટિંગ-ઇન્ટરપ્રાઇઝ પરફોર્મન્સ મેનેજમેન્ટ, એડવાન્સ્ડ ફાઇનાન્સિયલ એકાઉન્ટિંગ એન્ડ રિપોર્ટિંગ, કોસ્ટ ઓડિટ એન્ડ ઓપરેશનલ ઓડિટ, બિઝનેસ વેલ્યુએશન મેનેજમેન્ટ

પ્રવેશ માટેની લાયકાત
ફાઉન્ડેશન અને ઇન્ટર મીડિયેટ કોર્સ માટે જૂન મહિનામાં યોજાનારી પરીક્ષાની અંતિમ તારીખ ૧૮ ડિસેમ્બર છે. કોમર્સ સ્ટ્રીમ સાથે ૧૨મું ધોરણ પાસ કરેલા વિધાર્થીઓ અથવા તો માર્ચ-૨૦૦૯માં ધો. ૧૨ની બોર્ડની પરીક્ષા આપવાના હોય એ વિધાર્થીઓ આ પરીક્ષા આપી શકે છે. પરીક્ષાની તૈયારી જાતે કરવાની રહે છે. કલાસિસ પણ ચાલતા હોય છે. ફાઉન્ડેશન ઓફ ધ ઇન્સ્ટિટયૂટ વર્ક એન્ડ એકાઉન્ટ કોર્સ કરી ચુકેલા વિધાર્થીઓ પણ આ પરીક્ષા આપી શકે છે. આ ઉપરાંત માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી મેળવેલા વિધાર્થીઓ પણ આ પરીક્ષા આપી શકે છે. પરીક્ષા આપી દીધી હોય અને રિઝલ્ટની રાહ જોતા વિધાર્થીઓ પણ આ પરીક્ષાનું ફોર્મ ભરી શકે છે.

વિશાળ તક
આઇસીડબ્લ્યૂએઆઇમાંથી કોર્સ પૂરો કરનારા વિધાર્થીઓ માટે ઉજજવળ કારકિર્દીની અગણિત તકો રહેલી છે. કંપનીઓ સામે ચાલીને સારામાં સારો પગારે નોકરી ઓફર કરે છે. આવા વિધાર્થીઓને ઝડપથી નોકરી મળી જાય છે. ચીફ એકિઝકયુટિવ, જનરલ મેનેજર, ફાઇનાન્સ ડિરેકટર જેવા ઉરચ હોદ્દા સુધી ઝડપથી પહોંચી શકાય છે. સ્વતંત્ર રીતે પણ કાર્ય કરી શકાય છે. શિક્ષણ ક્ષેત્રે પણ વિવિધ તક રહેલી છે. આઇસીડબ્લ્યૂએઆઇ પછી એમ.ફિલ. કે પીએચ.ડી. માટે રજિસ્ટ્રેશન કરાવી શકાય છે. આ પદવી મેળવ્યા પછી ટીચિંગ લાઇનમાં કારકિર્દી ઘડી શકાય છે.

પેકેજ
આ કોર્સ કર્યા પછી કારકિર્દીની શરૂઆતમાં દર મહિને ૨૫,૦૦૦થી ૩૫, ૦૦૦નો પગાર મળી શકે છે. વિદેશમાં તો મહિને ૭૦, ૦૦૦ કરતા પણ વધુ પગારની નોકરી મળી શકે છે. અનુભવની સાથોસાથ સેલેરી પેકેજ પણ વધતું જાય છે. સ્વતંત્ર રીતે કાર્ય કરવાથી આ રકમ વધતી-ઓછી થઇ શખે છે
You can leave a response, or trackback from your own site.

0 Response to "ડિમાન્ડિંગ અભ્યાસક્રમ મેનેજમેન્ટ એકાઉન્ટિંગ"

Post a Comment

featured-video